વાંસદા: સરકારી બીએડ કોલેજ વાંસદા ખાતે માતૃભાષા મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરકારી બીએડ્ કૉલેજ, વાંસદાના સંયુક્ત ઉપક્રમે અત્રેની સરકારી બીએડ્ કૉલેજ વાંસદા ખાતે માતૃભાષા મહોત્સવ ૨૦૨૫ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથી તરીકે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્યશ્રી ડૉ.યોગેશભાઈ .જે. મિસ્ત્રી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. મનુષ્ય જીવનમાં માતૃભાષાનું મહત્વ, ગુજરાતી ભાષામાં સ્વરચિત કવિતાઓ, ઝવેરચંદ મેધાણી રચિત કસુંબીનો રંગ જેવી રચનાઓ પ્રથમ તેમજ દ્વિતીય વર્ષ બીએડ્યા તાલીમાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ડૉ. દિલીપભાઈ. એમ. ગામીત સાહેબે પ્રેરક ઉદબોધન રજૂ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમના સંયોજક તરીકે ડૉ. નિર્મલ કે. પટેલ પોતાની ભૂમિકા અદા કરી હતી. સંચાલન તરીકે પ્રથમ વર્ષ બીએડ્ગા યુવા એન્કર વિજીતાબેન પટેલે કર્યું હતું. અંતે કાર્યક્રમની આભાર વિધિ ડૉ. મહેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી.