NAVSARI

Navsari: શ્રીમદ ભગવદ ગીતાનું મનોવિજ્ઞાન ચીખલીના 3000 વિધાર્થીથી શરૂઆત 31000 પહોંચશે

વાત્સલ્યમ સમાચાર
ચીખલી નવસારી
“શ્રીમદ ભગવદ ગીતાનું મનોવિજ્ઞાન” અભ્યાસક્રમ સ્વામી નારાયણ ઇન્ટરનેશનલ ગુણાતીત વિદ્યાધામ (SIGV) નવસારી જિલ્લાનાં ચીખલી ખાતે શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે SIGVના અધ્યક્ષ શ્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસ તેમજ “શ્રીમદ ભગવદ ગીતાનું મનોવિજ્ઞાન” અભ્યાસક્રમ લખનાર નિયામક યોગી અરુણાનંદ મુનિ, SIGV આચાર્ય શ્રી ભરતસિંહ ભદોરિયા ઉપસ્થિત રહ્યા હતા.

આ કોર્સ 3000 વિદ્યાર્થીઓની હાજરીમાં શરૂ કરવામાં આવ્યો હતો. અને ડાંગ, નવસારી, વલસાડના 31000 વિધાર્થી સુધી આનંદ આશ્રમ, ડાંગ દ્રારા પહોંચાડાશે.યોગી અરુણાનંદ મુનિએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના મનોવિજ્ઞાનનો 5 વર્ષ સુધી અભ્યાસ કર્યા બાદ આ કોર્સ બનાવવામાં આવ્યો છે. આ જીવનનો એક એવો અભ્યાસક્રમ છે જે માણસની તમામ સમસ્યાઓનો નાશ કરીને જીવન જીવવાની કળા શીખવે છે. આ 9 મહિનાનો અભ્યાસક્રમ Sigv ખાતે શીખવવામાં આવશે અને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યમાં સકારાત્મક પરિવર્તન લાવશે. શ્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસ એ સંબોધન કરતાં કહ્યું કે મારા 60 વર્ષના જીવનનો અનુભવ છે કે જીવનની તમામ સમસ્યાઓનો સાર ગીતામાં સમાયેલો છે. SIGV ના વિદ્યાર્થીઓ આ ગીતાનું વૈજ્ઞાનિક ઢબે વાંચન કરશે તે ગર્વની વાત છે. તેમણે કોર્સ ડાયરેક્ટર યોગી અરુણાનંદ મુનિનો આભાર માન્યો હતો.

[wptube id="1252022"]
Back to top button