
ખેરગામ પોલીસ પ્રશાસન દ્વારા “રન ફોર યુનિટી” – એકતા દોડનું ભવ્ય આયોજન
ગુજરાતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ – સાર્ધશતાબ્દી વર્ષના પ્રારંભ નિમિતે તા. ૩૧ ઓક્ટોબરના રોજ રાજ્યભરમાં “રન ફોર યુનિટી” – એકતા દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ખેરગામ ખાતે આ અવસરે બાબા સાહેબ આંબેડકર સર્કલથી બિરસા મુંડા સર્કલ સુધી એકતા દોડ યોજાઈ હતી. વહેલી સવારે ૦૭:૦૦ વાગ્યે શરૂ થયેલી આ દોડમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ તેમજ પોલીસ સ્ટાફ ઉત્સાહભેર જોડાયા હતા.આ પ્રસંગે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ શ્રીમતી પિનલ ચૌધરી, મામલતદાર શ્રી ભાવેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજુભાઈ, તાલુકા પ્રમુખ શ્રી લિટેશ ગામીત, શ્રી ભૌતેશ કંસારા, શ્રી કાર્તિકભાઈ પટેલ, શ્રી વિજય રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.દોડ પૂર્ણ થયા બાદ વિજેતા સ્પર્ધકોને ખેરગામ પોલીસ પ્રશાસન દ્વારા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.એકતા દોડના આ ભવ્ય આયોજન દ્વારા ખેરગામ નગર તથા તાલુકાના નાગરિકોએ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અર્પી “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પને ચરિતાર્થ કર્યો હતો.




