નવસારી:મતદાન માટે શ્રમિકોને ખાસ રજા: 26 એપ્રિલે રાજ્યભરમાં સૂચના અમલમાં

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી: રાજ્યમાં તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને શ્રમિકો અને કર્મચારીઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે મદદનીશ શ્રમ આયુકતશ્રીએ મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી સવારે ૭:૦૦થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી યોજાશે. આ અવસરે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ–૨૦૧૯ હેઠળ કામ કરતા કર્મચારીઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવાની ફરજિયાત કરાઈ છે.👉 જો કોઈ કર્મચારીની અઠવાડિક રજા મતદાનના દિવસે ન આવતી હોય, તો તેને મતદાન માટે ત્રણ કલાકની ખાસ રજા આપવી પડશે અથવા અઠવાડિક રજાના બદલે મતદાનના દિવસે રજા આપવામાં આવશે. 👉 જોકે, જ્યાં કર્મચારીની ગેરહાજરીથી ગંભીર પરિસ્થિતિ ઊભી થાય અથવા મોટું નુકસાન થવાની શક્યતા હોય, ત્યાં આ નિયમ લાગુ નહીં પડે. 👉 આ સુવિધા રોજમદાર અને કેજ્યુઅલ કામદારો માટે પણ લાગુ રહેશે.




