NAVSARINAVSARI CITY / TALUKO

ચોમાસામાં નવસારી કમિશનરનો કડક એક્શન :ડ્રેનેજની બેદરકારી ભારે પડી: કમિશનરે અધિકારીઓને ફટકારી નોટિસ

વાત્સલયમ સમાચાર

    મદન વૈષ્ણવ

ચોમાસામાં કમિશનર જયેશ ઉપાધ્યાયએ તૂટેલા મેનહોલ મુદ્દે અધિકારીઓને નોટિસ, મોડલ ફાયર સ્ટેશન તાત્કાલિક કાર્યરત કરવા આદેશ આપ્યા છે. ચોમાસાની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર **જયેશ ઉપાધ્યાય**એ શહેરના વિવિધ વિકાસકાર્યો અને વરસાદી પરિસ્થિતિની સઘન ફિલ્ડ વિઝીટ કરી હતી.

વિજલપોર વોર્ડ નં. ૧૦ના રામનગર વિસ્તારમાં ડ્રેનેજનો મેનહોલ તૂટેલી હાલતમાં જોવા મળતાં કમિશનરે કડક વલણ અપનાવી સંબંધિત ડ્રેનેજ અધિકારી અને ઇન્ચાર્જ કર્મચારીને કારણદર્શક નોટિસ ફટકારી હતી. સાથે જ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા, ડ્રેનેજ વ્યવસ્થા અને મુખ્ય માર્ગો પરના દબાણો દૂર કરવા તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

ફાયર બ્રિગેડ કચેરીની મુલાકાત દરમિયાન આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા કરીને કંટ્રોલ રૂમને આધુનિક ટેકનોલોજી અને લાઈવ CCTV મોનિટરિંગથી સજ્જ કરવા તેમજ ચોમાસા દરમિયાન ઝડપી બચાવ કામગીરી માટે મોડલ ફાયર સ્ટેશનને તાત્કાલિક પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત કરવા આદેશ આપવામાં આવ્યા હતા.

કમિશનરની આકસ્મિક મુલાકાત અને કડક કાર્યવાહીથી મહાનગરપાલિકાનું સમગ્ર તંત્ર ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા એક્શન મોડમાં આવી ગયું છે.

Back to top button
error: Content is protected !!