NAVSARINAVSARI CITY / TALUKO

અનુસૂચિત જનજાતિના યુવાઓ માટે નવસારીમાં સાગરકાંઠા પરિભ્રમણ શિબિરનું સફળ આયોજન

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત ના કમિશનરશ્રીના પ્રેરણાથી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા અનુસૂચિત જનજાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે “સાગરકાંઠા પરિભ્રમણ શિબિર ૨૦૨૫-૨૬”નું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૦૧ થી ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાયેલ આ શિબિરમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આશરે ૧૦૦ શિબિરાર્થીઓએ નવસારી જિલ્લાના ઉભરાટ બીચથી વલસાડ જિલ્લાના ઉમરગામ બીચ સુધી પરિભ્રમણ કર્યું હતું. શિબિરનો મુખ્ય હેતુ સાગરકાંઠા વિસ્તારના ઉદ્યોગો, ત્યાંના લોકોના જીવનવ્યવહાર, તેમની સમસ્યાઓ તેમજ સંસ્કૃતિ અંગે શિબિરાર્થીઓને માહિતગાર કરવાનો હતો.આ અવસરે શિબિરમાં  હસમુખભાઈ સોલંકી, એન.જી. પટેલ, માધવીબેન,  વિપુલભાઈ, વર્ષાબેન, મનીષાબેન, રાજેશ પટેલ, નીલમબેન અને ચિન્દીયાબેન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. શિબિર દરમિયાન શિબિરાર્થીઓએ ઉભરાટ બીચ, National Salt Satyagraha Memorial (દાંડી), ધોલાઈ ખાતે આવેલ બંદર અને મત્સ્યોદ્યોગ કેન્દ્ર, તીથલ દરિયાકાંઠે આવેલ મંદિર તેમજ Daman સહિત નારગોલ-ઉમરગામ બીચ વચ્ચેનાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. સમગ્ર શિબિરનું સંચાલન જિલ્લા યુવા વિકાસ અધિકારી, નવસારીની કચેરી  દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!