KHERGAMNAVSARI

ખેરગામ ભસ્તા ફળિયામાં રોમાંચક મુકાબલા સાથે મોન્સૂન આદિવાસી બિગ બેઝ લીગ સીઝન-2નું ભવાની ઇલેવનના ભવ્ય વિજય સાથે સમાપન

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ – ખેરગામ

વરસાદી વાતાવરણમાં પણ ક્રિકેટ દ્વારા યુવાનોમાં ફિટનેસ અને એકતાની ભાવના વધી રહી છે : ડૉ. નિરવ ભુલાભાઈ પટેલ
ખેરગામ તાલુકાના ભસ્તા ફળિયા ખાતે સતત પાંચ દિવસ સુધી યોજાયેલી મોન્સૂન આદિવાસી બિગ બેઝ લીગ સીઝન-2નું રોમાંચક ફાઇનલ મુકાબલા સાથે સફળ સમાપન થયું. ભારે વરસાદ વચ્ચે પણ ક્રિકેટપ્રેમીઓ અને ખેલાડીઓનો ઉત્સાહ યથાવત રહ્યો હતો. રબરના બોલથી રમાયેલી આ ટુર્નામેન્ટમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી આદિવાસી સમાજની કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો.
ફાઇનલ મેચમાં બિરસા ઇલેવન સામે ભવાની ઇલેવન, વાપી વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો રમાયો હતો. અંતે ભવાની ઇલેવન વાપીએ 14 રને વિજય મેળવી ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો હતો.સમાપન સમારોહમાં નવસારી જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું હતું કે, “વરસાદી વાતાવરણમાં પણ યુવાનોમાં ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ, ફિટનેસ અને એકતાની ભાવના પ્રશંસનીય છે. આવી રમતગમતની પ્રવૃત્તિઓ સમાજમાં ભાઈચારો અને સકારાત્મક ઊર્જાનો સંદેશ આપે છે.”કાર્યક્રમમાં બિરસા આર્મીના પ્રમુખ પંકજ પટેલ, ધરમપુર તાલુકા ભાજપ યુવા મોરચાના આગેવાન સૌરભ માહલા, અંકુર શુક્લા, ખેરગામના ઉપસરપંચ જગદીશ પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ પટેલ, વિજય રાઠોડ, તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ કલ્પેશ પટેલ, કાર્તિક પટેલ, સૂરજ, અક્ષય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ખેરગામ પોલીસ મથકના પીઆઈ પિનલ ચૌધરી અને પીએસઆઈ હેમંત પટેલે પણ હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરનાર વલસાડના સ્ટાર રણજી ક્રિકેટર તેજસ પટેલને મેન ઑફ ધ સિરીઝ સહિત અનેક વ્યક્તિગત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પાંચ દિવસીય ટુર્નામેન્ટને સફળ બનાવવા પ્રતિક પટેલ, અંકુર રાઠોડ, કિશન, સુભાષ, અનુરાગ સહિતના આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી, જેને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી હતી.

Back to top button
error: Content is protected !!