તા. ૦૯. ૦૯. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:વર્લ્ડ ટુર ઓન ફૂટ જર્ની પર્વતારોહક દ્વારા RTO દાહોદ અને દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસને સાથે રાખી સરસ્વતી સર્કલ ખાતે રોડ સેફટીને લઈ જાગૃકતા કાર્યક્રમ યોજાયો
આજરોજ સોમવાર ત્રણ કલ્લાકે વાત કરીયેતો વલ્ડ ટુર દ્વારા ઓન ફૂટ જર્ની પર્વતારોહંક અને ગિનિસ બુક.લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ અવધ બિહારી લાલ. જીતેન્દ્ર પ્રતાપ. મહેન્દ્ર પ્રતાપ.અને ગોવિંદા નંદ એ ટિમ દ્વારા વિશ્વના 11 દેશોમાં 04 લાખ 46 હજાર કિલોમીટરની વિશ્વપદયાત્રા પૂર્ણ કરી છે. આ વિશ્વશાંતિ વિશ્વપદયાત્રા દ્વારા વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પની યાત્રા વર્ષ 2018માં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.આં ટીમે દેશના લગભગ 600 જિલ્લાઓ અને સમગ્ર રાજ્યોની વિશ્વશાંતિ વિશ્વપદયાત્રા યોજી, સરકાર અને વહીવટીતંત્ર દ્વારા દેવભૂમિ ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશના તમામ 13 જિલ્લાઓની વિશ્વપદયાત્રા પૂર્ણ કરી, અને રાજસ્થાનના તમામ 33 જિલ્લાઓમાં પ્રવાસ કરીને પૌરાણિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક, પવિત્ર ભૂમિના 75 જિલ્લાઓમાં વિશ્વશાંતિ વિશ્વપદયાત્રા સફળતાપૂર્વક પાર પાડીને,
આ વિશ્વશાંતિ વિશ્વપદયાત્રા 30 જુલાઈ 1980 ના રોજ ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાના અવધ બિહારી લાલ જી દ્વારા શરૂ કરવામાં આવી હતી.તમામ લોક કલ્યાણ યોજનાઓ દ્વારા,આં ટીમ તમામ શાળાઓ, કોલેજો, ગામડાઓ અને અન્ય જાહેર સ્થળોની મુલાકાત લઈને, ભૌતિક ચકાસણી, સેમિનાર/વિવિધ કાર્યક્રમો દ્વારા ભારતીય જનતાને જાગૃત કરી રહી છે.જેમાં આજરોજ આં ટિમ દાહોદ આવી પહોંચતા RTO ઈંસ્પેક્ટર. આર. એ. વાઘેલા..અને દાહોદ જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ.સાથે રાખી આં ટિમ દ્વારા દાહોદની સરસ્વતી સર્કલ ખાતે આવતા જતા વાહન ચાલકોને રોડ સેફટી વિશેની માહિતી આપવાની કામગીરી હાથ ધરી હતી