KHERGAMNAVSARI

વલસાડના પારનેરા-પારડીના યુવાન તરુણ પટેલ પી.એચ.ડી. થયા

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા મ

વલસાડ જિલ્લાના પારનેરા-પારડી ગામના વાંકી ફળિયાના પ્રતિભાશાળી યુવાન તરુણ પ્રદીપભાઇ પટેલે શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે વલસાડ સ્થિત BKM સાયન્સ કોલેજમાંથી B.Sc અને M.Sc ની ડિગ્રી પ્રાપ્ત કરી ત્યારબાદ રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાની વિવિધ પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી છે.તેમણે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવાઓ આપીને વિદ્યાર્થીઓમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આજે Veer Narmad South Gujarat University દ્વારા “Design, Synthesis, Characterization and Biological Evaluation of Novel Thieno[2,3-d] Pyrimidine Derivatives as Potential Therapeutic Agents” વિષય પર તેમને પી.એચ.ડી.ની ઉપાધિ એનાયત કરવામાં આવી છે.તરુણ પટેલે તેમનું સંશોધન Paresh S. Patel ના માર્ગદર્શન હેઠળ, યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગમાં પૂર્ણ કર્યું છે.આ ભવ્ય સિદ્ધિ બદલ તરુણ પટેલને તેમના પરિવારજનો, ગામજનો તેમજ મિત્રવર્તુળ તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!