બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ તાલુકાના ઉંડી ગામે રહેતા અને વર્ષોથી આ વિસ્તારના વિધાર્થીઓના ઉજવળ ભવિષ્ય માટે સતત ચિંતિત અને મદદરૂપ બનતા નિવૃત આર.એફ.ઓ દલુભાઈ વસાવા દ્વારા પોતાના જન્મદિવસ નિમીતે દર વર્ષ ની જેમ ૨૯ માર્ચ ના રોજ નેત્રંગના નવિવસાહત વિસ્તારમાં આવેલ વિદ્યાદીપ આશ્રમશાળા ખાતે જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
જ્યાં ૧૭૦ જેટલા બાળકોને તેમના દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે બાદ ઉપસ્થિત સહકારી આગેવાન કિશોરસિંહ વાંસદિયા તેમજ નેત્રંગ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ બાલુભાઇ વસાવા સહિતના આગેવાનોએ જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી તેમજ અભિનંદન પાઠવ્યા હતા. દલુભાઇ દ્વાર બાળકોને તેમના ઉજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ નિમિત્તે તેમની સાથે તેમના ધર્મપત્ની અને સામાજિક કાર્યકર ઉર્મિલાબેન વસાવા, આશ્રમશાળા શિક્ષકો, તાલુકાના વિવિધ વિસ્તારોમાં થી સામાજિક આગેવાનો તથા યુવાનો હાજર રહ્યા હતા.