BANASKANTHADEODARGUJARAT

દિયોદર તાલુકા ફિલ્ડ મીડિયા ટીમની નવી રચના.

દિયોદર તાલુકા ફિલ્ડ મીડિયા ટીમની નવી રચના.

પ્રતિનિધિ દિયોદર
અહેવાલ કલ્પેશ બારોટ

વાવ-થરાદ : અંબાજીના ચરણોમાં શીશ નમાવી દિયોદર ફિલ્ડ મીડિયાએ લીધો જનહિતનો સંકલ્પ
અંબાજીમાં કારોબારી બેઠક બાદ દિયોદર તાલુકા ફિલ્ડ મીડિયા ટીમની નવી રચના
‘સુપ્રભાત મિરર’ના તંત્રી જગદીશ પઢિયારની દિયોદર તાલુકા ફિલ્ડ મીડિયા પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી
દિયોદર : પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે દિયોદર તાલુકા ફિલ્ડ મીડિયા ટીમના સભ્યોએ માં અંબાના દર્શન કરી માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. માં અંબાના આશીર્વાદ સાથે જનતાના પ્રશ્નોને નિર્ભયતાથી વાચા આપવાની અને પત્રકારોના હિત માટે એકજૂથ થઈને કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
માં અંબાના દર્શન બાદ અંબાજી ખાતે દિયોદર તાલુકા ફિલ્ડ મીડિયા ટીમની મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકાના વિવિધ મીડિયા સંસ્થાઓ સાથે જોડાયેલા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
જગદીશ પઢિયારની સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી
બેઠકમાં સંગઠનની નવી જવાબદારી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ‘સુપ્રભાત મિરર’ ન્યૂઝ પેપરના તંત્રી અને પત્રકાર જગદીશ પઢિયારની દિયોદર તાલુકા ફિલ્ડ મીડિયા પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
જગદીશ પઢિયારની વરણી થતાં ઉપસ્થિત સભ્યોએ ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી અને નવી જવાબદારી માટે અભિનંદન આપ્યા હતા.
નવી ટીમ સાથે વધુ મજબૂત બનશે ફિલ્ડ મીડિયા
દિયોદર તાલુકામાં પત્રકારોની એકતા, પત્રકારોના હિત અને ગ્રામ્ય વિસ્તારના જનપ્રશ્નોને વધુ અસરકારક રીતે રજૂ કરવા માટે નવી ટીમને સંગઠિત કરવામાં આવી છે.
દિયોદર નવ નિયુક્ત ફિલ્ડ મીડિયા ટીમ :
નટુભાઈ ચૌહાણ
તુષાર ત્રિવેદી – દિવ્ય ભાસ્કર
જગદીશ પઢિયાર – સુપ્રભાત મિરર
દશરથ સોઢા – ગુજરાત સમાચાર
કિશોર નાયક – ન્યૂઝ કેપિટલ
ગંગારામ ઠાકોર – ગુજરાત ફર્સ્ટ
જગદીશ સોની – પ્રદેશ 24 ન્યૂઝ, ન્યૂઝ રૂમ
કલ્પેશ બારોટ , હેપ્પી ન્યૂઝ,
ભીખાભાઈ જાદવ – પડઘમ અપડેટ, સહ તંત્રી
રહીમ સુમરા – સૌરાષ્ટ્રની અસ્મિતા
દશરથ પ્રજાપતિ – પડઘમ અપડેટ, તંત્રી
એકતા, નિર્ભયતા અને જનહિત — ટીમનો મુખ્ય સંકલ્પ
નવી ટીમ દ્વારા દિયોદર તાલુકાના ગામડાઓમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, પાણી, વિકાસ સહિતના લોકપ્રશ્નોને પ્રાથમિકતા સાથે ઉજાગર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. સાથે જ ફિલ્ડમાં કામગીરી કરતા પત્રકારોના હિત અને સુરક્ષાના મુદ્દે પણ સંગઠિત રીતે રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે.
નવનિયુક્ત પ્રમુખ જગદીશ પઢિયારે જણાવ્યું કે,
“કલમની તાકાત સાથે જનતાનો અવાજ વધુ બુલંદ કરીશું. લોકપ્રશ્નોને નિર્ભયતાથી રજૂ કરીશું અને પત્રકારોના હિત માટે એકજૂથ થઈને કામગીરી કરીશું.”
અંબાજીના આશીર્વાદ સાથે શરૂ થયેલી દિયોદર તાલુકા ફિલ્ડ મીડિયા ટીમની નવી સફર હવે વધુ સંગઠિત અને વધુ મજબૂત રીતે જનતાની વચ્ચે પહોંચશે.
“સત્ય લખીશું… નિર્ભયતાથી બોલીશું… અને જનતાના હિતમાં હંમેશા અવાજ ઉઠાવીશું.”
દિયોદર નવ નિયુક્ત ફિલ્ડ મીડિયા ટીમના તમામ સભ્યોને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન.

Back to top button
error: Content is protected !!