
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
વાંસદા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મનપુર ખાતે ખ્રીસ્તી ધર્મના નવાવર્ષ ની ઉજવણી ના ભાગરૂપે એક કાર્યક્રમ નું આયોજન કાલવરી મેથોડિસ્ટ ચર્ચ દ્ધારા કરવામાં આવ્યું હતું.જ્યારે આ કાર્યક્રમ માં વાંસદા ના આજુ બાજુ ના ગામો અને વિસ્તારોમાં વસ્તા લોકો અને ભરૂચ અને સુરત જેવાં વિસ્તારો માંથી ખ્રીસ્તી ધર્મના લોકો અને વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે કાર્યક્રમ ની શરૂઆત મુખ્ય મહેમાનો ના સ્વાગત સાથે કરવામાં આવી હતી.જ્યારે ગુજરાત પ્રદેશ આદિજાતી મોરચાના મહામંત્રી પિયુષભાઇ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે એમની સાથે સાથે તાલુકાના નવા વરણી પામેલા તાલુકા પ્રમુખ સંજયભાઈ પટેલ અને મહામંત્રી ઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે કાર્યક્રમ શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.જ્યારે કાર્યક્રમ તો પૂર્ણ થયો પણ વાંસદા તાલુકાના લોકો માં હાલ ચર્ચા એ જોર પકડ્યું છે કે વાંસદા માં પણ સોનગઢ અને વ્યારા જેવી હાલત આદિવાસી વિસ્તારોમાં થશે કે કેમ?




