સુરેન્દ્રનગરમાં પોલીસ વડાના આદેશનાં પગલે પોલીસનું નાઈટ કોમ્બીંગ શરૂ
તા.12/11/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર વિસ્તારના પોલીસ સ્ટાફ્ને રાત્રે એક જગ્યાએ એકઠા કરી લોકોની સલામતી માટે જરુરી સુચના આપી પોલીસ વડાની હાજરીમાં કોંબિંગ નાઈટમાં વાહન ચેકિંગ સાથે ગુનાહિત શખ્સો સામે વિવિધ પ્રકારની કાર્યવાહી કરાઈ હતી સુરેન્દ્નનગર જીલ્લા પોલીસવડા ગિરીશ પંડયા, એલસીબી પીઆઈ જે.જે.જાડેજા રાત્રે કોંબિંગ નાઈટમાં હાજર રહી શહેરના ચારેય પોલીસ સ્ટેશનના સ્ટાફ્ને એકઠા કરી અલગ અલગ પ્રકારની સૂચનાઓ અપાઈ હતી જેમાં રાત્રે સહપરિવાર કે નોકરીએ જતા લોકોને પરેશાન ના કરવા અને જરૂર વગર રાત્રે ભેગા થઈને બેસતા શખ્સો કામ વગર મોડે સુધી ના બેસે, દારૂ પીને વાહન ચલાવનાર બ્લેક ફ્લ્મિ લગાવી ફરનારા, નંબર પ્લેટ વગર ફરનારા, ગેરકાયદેસર હથિયાર લઈને ફરનારા શખ્સો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા સૂચનાં આપી હતી ત્યાર બાદ ચારેય પોલીસ સ્ટેશનના સ્ટાફ્ દ્વારા શહેરના અલગ અલગ પોઈન્ટ ઉપર ચેકિંગ શરુ કરી વિવિધ પ્રકારના કેસો કરી કડક કાર્યવાહી શરુ કરી હતી.