અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : ઘી વણિયાદ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 49 વર્ષ પછી બિન હરીફ ચૂંટણી, 15 કારોબારી સભ્યો બિનહરીફ ચૂંટાયા
ધી વણિયાદ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના વર્ષ 1976 એટલે કે 49 વર્ષ જેટલો સમય થયો જેમાં છેલ્લા 49 વર્ષથી મંડળીની અંદર દૂધ મંડળીમાં કમિટીના સભ્યો માટે ચૂંટણી યોજાતી હતી પરંતુ હાલ 49 વર્ષ પછી ઇતિયાસમાં પહેલી વાર દૂધ મંડળીમાં કમિટીના સભ્યોની તમામ બેઠકો ચૂંટણીમાં બિનહરીફ થતા ઇતિહાસ રચાયો હતો ઈતિહાસમાં પહેલી વાર ચૂંટણી બિન હરીફ થતા ગામ માં આણંદ ની લાગણી પ્રસરી જેને ગામ લોકોએ વધાવી છે. હાલ ગામની વાત કરવામાં આવે તો ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે વણિયાદ ગામ ચૂંટણી માટે જાણીતું ગામ છે જેમા દૂધ મંડળીની ની ચૂંટણી માટે કિંગ ગણાતું હતું અને લોકો ચૂંટણી જોવા આવતા હતા. હાલ ધી વણિયાદ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સામાન્ય બેઠકમાં 11 સભ્ય બિન હરીફ થયા હતા. તો અનુસૂચિત જાતિમાં પણ 1 સભ્ય બિનહરીફ થયો હતો મહિલા અનામત માં પણ 3 સભ્ય બિન હરીફ થતા હર્ષની લાગણી અનુભવી હતી સમગ્ર ચૂંટણી ધી વણિયાદ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણી અધિકારી તરીકે મંડળીના સેક્રેટરીના હાથે યોજાઈ હતી