
જૂનાગઢ શહેરમાં આવેલ ઉપલા/ નીચલા દાતારના આગામી ઉર્ષ મેળાની ઉજવણી આગામી તારીખ ૦૨/૦૯/૨૦૨૫ થી તારીખ ૦૬/૦૯/૨૦૨૫ સુધી મુસ્લિમ તારીખ મુજબ થનાર છે. તે માટે નીચલા દાતાર પાસે આવેલ દાતાર ટ્રસ્ટની માલિકીની ઉર્ષ મેળાની રીઝર્વ ખુલ્લી જમીન સને-૨૦૨૫ ના ઉર્ષ મેળા નિમિતેના સ્ટોલ માટે જુમલે ઉધડ ભાડાથી આપવા માટેની જાહેર હરરાજી આગામી તારીખ ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે મામલતદાર કચેરી, જૂનાગઢ શહેર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.તો આ હરરાજીમાં રસ ધરાવનાર નાગરિકોને અત્રે જણાવ્યા મુજબના સ્થળ પર સમયસર હાજર રહેવા જાણ કરવામાં આવે છે.ઉક્ત હરરાજીમાં ભાગ લેનાર વ્યકિતએ ડીપોઝીટ પેટે રૂ.૧૫,૦૦૦/- ની રકમ પ્રશાશનને જમા કરાવવાની રહેશે. તેમજ હરરાજી માટેની જગ્યાની અપસેટ કિંમત રૂ.૧,૪૫,૦૦૦/- નકકી કરવામાં આવી છે.જે તમામ બાબતો ધ્યાનમાં લઈને બોલી લગાવવાની રહેશે.હરરાજીની અન્ય શરતો હરરાજી શરૂ થતા પહેલા વાંચી સંભળાવવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે તેમ મામલતદારશ્રી જૂનાગઢ શહેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




