જી.ડી.મોદી કૉલેજ ઓફ આર્ટસ, પાલનપુરના એન.એસ.એસ વિભાગ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો
21 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
જી.ડી.મોદી કૉલેજઓફ આર્ટસ, પાલનપુરના એન.એસ.એસ વિભાગ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભારત સરકાર, ગુજરાત સરકાર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણનાં ત્રિસ્તરીય ઉપક્રમે અંબાજી ખાતે આયોજીત ભાદરવી પૂનમના મેળા અન્વયે તેમજ સરકારશ્રીના મિશન ‘સ્વચ્છતા હી સેવા ‘ અભિયાન હેઠળ તા. ૧૭/૦૯/૨૦૨૪ થી ૨/૧૦/૨૦૨૪ ના રોજ ગાંધી જયંતિ સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવાનું નિર્ધારિત કરેલ છે. જેના અનુસંધાને અમારી જી. ડી.મોદી કૉલેજ ઓફ આર્ટ્સ, પાલનપુર દ્વારા આજે તા. ૧૯/૦૯/૨૦૨૪ ને ગુરુવારના રોજ પાટણ યુનિવર્સિટીના એન.એસ.એસ. વિભાગની સૂચના થકી અમોને ફાળવવામાં આવેલ અંબાજી માર્ગ પર દાતા થી રપટ ગામ સુધીના રૂટ પર મહા સ્વરછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. જેમાં કૉલેજના એન.એસ.એસ. ના ૬૦ સ્વયંસેવક ભાઈ બહેનોએ માર્ગો પર તથા બંને બાજુ પ્લાસ્ટિકની થેલીઓ તેમજ બોટલનું એકત્રીકરણ કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો. તેમજ સફાઈ કરી માર્ગો સ્વચ્છ કરવામાં આવ્યા. આ સફાઈ અભિયાનમાં કરેલ કચરો એક્ત્ર કરી રપટના સરપંચ શ્રીને જાણ કરતાં તેમણે મોકલેલ ટ્રેકટરમાં નાખી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્ય શ્રી ડૉ.એસ.જી.ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ સંપુર્ણ સંચાલન. કૉલેજના એન.એસ.એસ. પોગ્રામ ઓફિસર ડૉ .વિજયકુમાર પ્રજાપતિ અને ડૉ.પરીક્ષાબેન પરમારે કર્યું હતું.