BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અંકલેશ્વર: GIDC ખાતે આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીનો LCB ની ટીમે ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી

સમીર પટેલ, અંકલેશ્વર

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી દિનેશ ઉર્ફે વસાવા પર વોચ રાખી હતી. તે દરમ્યાન અંઞત બાતમીદાર થી બાતમી મળી હતી કે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં યોગી એસ્ટેટમાં બે ઇસમો શંકાસ્પદ એસ.એસ.ની પાઇપ તથા પ્લેટ સગેવગે કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે તપાસ કરતા પ્રિન્સ એન્જીનીયરીંગની દિવાલ પાછળ બે ઇસમો મળી આવ્યા હતા. તેઓ પાસેથી પોલીસે ચોરીનો સામાન અને મોપેડ કબ્જે કર્યા હતા.

આ મામલામાં ઝડપાયેલ આરોપી દિનેશ વસાવાની આકરી પૂછતાછમાં તેણે ભાવિક એન્જીનીયરીંગ કંપનીમાં ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી હતી. આરોપીઓએ ચોરી કર્યા બાદ ભંગાર લલિત પટેલ નામના ભંગારીયાને વેચી દીધો હતો. પોલીસે ભંગારીયાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીમા ઞયેલ એસ એસ નો અલઞ અલઞ મુદામાલ કે જે ની આશરે કિંમત 75000 તથા એસ એસ નો અન્ય મુદામાલ કે જે ની આશરે કિંમત 28000 તથા ચોરી કરવા માટે ઉપયોગમા લીધેલ મોપેડ કે જે ની આશરે કિંમત 50000 ઞણી કુલ 153000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ મામલામાં રવી સુરેશભાઇ મેકવાન, દિનેશ ઉર્ફે ધીરૂ મગનભાઈ વસાવા અને લલિત ભવરલાલ પટેલની ધરપકડ કરી કુલ 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં થયેલ ચોરીના મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

 

Back to top button
error: Content is protected !!