BANASKANTHAGUJARATPALANPUR

રેલવ બ્રિજ ઉપર આજુબાજુ આવેલી લાંબા સમય થી બંધ હાલતમાં જોવા મળતી સ્ટ્રીટ લાઈટો નવરાત્રિ પર્વ માં ચાલુ થશે કે અંધારૂ છવાયેલ રહેશે.??

2 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

પાલનપુર ખાતે અમદાવાદ હાઇવે થી એરોમા સર્કલ તરફ એટલે કે રેલવે નાળા ની ઉપર ના બ્રીજ પરથી આજુબાજુ પ્રસાર થતાં રાહદારી ફૂટપાથ ની અમદાવાદ થી એરોમા તરફ ના હાઈવે નીબંન્ને બાજુ ની સ્ટ્રીટ લાઈટો જે ઉપર અને નીચે સર્વિસ રોડ તરફ ની સ્ટ્રીટ લાઈટો ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં જોવા મળે છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.ભાદરવી પૂનમના દર્શને પગપાળા જતા રાહદારીઓ ફૂટપાથ તરફના માર્ગ પર પણ અંધારપટ ને કારણે અવઢવમાં મૂકાયા હતા તેમજ વહેલી સવારે મોર્નિંગ વોક માટે અને સાંજે જમ્યા બાદ ચાલવા જતા રાહદારીઓ પણ અંધારાના કારણે ઉલજન માં જોવા મળે છે એટલે તો લોકો કહે છે કે સત્તાવાળાઓ સ્ટેટ હાઇવે ઓથોરિટી હોય કે નગરપાલિકા જેને એટલે કે જે કોઈ વિભાગ ના અધિકારીઓ આ બાબતે વાકેફ થશે કે નવરાત્રિમાં કદાચ અંધકાર ને લીધે કોઈ અનિચ્છનિય ઘટના બનશે ત્યારે સ્ટ્રીટ લાઈટ નો પ્રકાશ ચાલુ થયેલ જોવા મળશે કે પછી..? તેવું લોકમુખે અને રાહદારીઓ ના હોઠે ચર્ચાઈ રહ્યું છે.

Back to top button
error: Content is protected !!