BHUJGUJARATKUTCH

કચ્છ જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈને જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વર સાથે બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટર :- રમેશભાઈ મહેશ્વરી-ભુજ કચ્છ.

 

ભુજ, તા-24 એપ્રિલ  : જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈને જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વર સાથે બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અમિત અરોરાએ ઓબ્ઝર્વર અધિકારીશ્રીઓને પ્રેઝન્ટેશન દ્વારા કચ્છ મોરબી લોકસભા બેઠકની ચૂંટણી અંતર્ગત કરવામાં આવેલી તમામ તૈયારીઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી માટે નિયુક્ત કરાયેલા નોડલ ઓફિસર જેવા કે મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, ટ્રેનિંગ મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ, એમસીસી ઈમ્પ્લીમેન્ટેશન, એક્ષપેન્ડીચર મોનિટરિંગ, સ્વીપ, બેલેટ પેપર, મીડિયા મેનેજમેન્ટ, સોશિયલ મીડિયા, હેલ્પલાઈન અને ફરિયાદ, કોમ્યુનિકેશન, સ્ટાફ વેલફેર, માઈગ્રેટોરી વોટર્સ અને પીડબલ્યુડી અધિકારીઓની કામગીરીથી વાકેફ કરાવ્યા હતા. મતદાર જાગૃતિ ઝુંબેશ અભિયાન વિશે પણ ઓબ્ઝર્વરશ્રીઓને માહિતીગાર કરવામાં આવ્યા હતા. જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીઓએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ ચૂંટણી માટે વિવિધ બંદોબસ્ત, કાયદો વ્યવસ્થા જાળવવા લેવામાં આવેલા વિશેષ પગલાઓ વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત કચ્છ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ વિશે પણ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ તમામ ઉપસ્થિત અધિકારીશ્રીઓને અવગત કરાવ્યા હતા.  ઓબ્ઝર્વર અધિકારીશ્રીઓએ કચ્છ જિલ્લામાં ચૂંટણી માટે થઈ રહેલી તૈયારી અને વ્યવસ્થા, સુરક્ષા અંગેની વિગતવાર માહિતી મેળવી હતી. જેમાં ખાસ કરીને જિલ્લાની પ્રોફાઈલ, મતદારોની સંખ્યા, પોલિંગ સ્ટેશન, સ્ટ્રોંગ રૂમ, ક્રિટિકલ મતદાન મથકો, ચૂંટણીને લગતી સંબંધિત કામગીરીઓના દૈનિક રિપોર્ટની વિગતો વિશે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે કચ્છમાં નિયુક્ત તમામ ઓબ્ઝર્વરશ્રીનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં જનરલ ઓબ્ઝર્વરશ્રી અમર કુશવ્હા અને બચનેશ કુમાર અગ્રવાલ, પોલીસ ઓબ્ઝર્વરશ્રી સુનીલ કુમાર મીના તેમજ ખર્ચ ઓબ્ઝર્વરશ્રી કે. અશોકકુમાર અને પ્રસન્ના પ્રમોદ દાતાર, નોડલ ઓફિસર એક્સપેન્ડીચર મોનિટરીંગ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, નોડલ ઓફિસર મેનપાવર મેનેજમેન્ટ અને નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, તાલીમી મદદનીશ કલેક્ટર સુશ્રી ઈ. સુસ્મિતા, આદર્શ આચાર સંહિતા અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી નિકુંજ પરીખ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈ, સર્વે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ સહિત વિવિધ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!