લાખણી તાલુકાના દેતાલ ડુવા ગામે ઓબિસી વર્ગીકરણ સમિતિ બેઠક યોજાઈ
નારણ ગોહિલ લાખણી
ગુજરાત માં હાલ અત્યારે ઓબીસી વર્ગીકરણ અંતર્ગત બેઠકોનો દોર ચાલી રહ્યો છે .તારકભાઈ ઠાકોર રાજ્ય લેવલે અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે આજ રોજ લાખણી તાલુકાના દેતાલ ડુવા ગામે ઓબીસી વર્ગીકરણ ટીમ લાખણી દ્વારા ઠાકોર સમાજ તથા અન્ય પછાત સમાજના હક અને અધિકાર માટે મિટિંગ યોજવામાં આવી.જેમાં ઓબીસી વર્ગીકરણ થી થતા ફાયદાઓ વિષે સમજ આપવામાં આવી.જેમાં તાલુકામાંથી ઓબીસી વર્ગીકરણ સમિતિ અને શિક્ષિત ટીમ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. તાલુકાના ગામો ગામ ઠાકોર સમાજ તથા છેવાડાના વિકાસથી વંચિત સમાજો માટે લડત આપી રહ્યા છે તો આ સમાજ હિત માટે આપ સૌ આગળ આવો એવું સમજાવવા માં આવી રહ્યું છે. સાથે સાથે શિક્ષણ અને લાઈબ્રેરી બાબતે પણ ચર્ચાઓ કરી હતી. આ બેઠકમાં શિક્ષણ પ્રેમી અને લાખણી ઠાકોર સમાજ યુવા સરપંચ ભરતજી મડાલ . ડી કે લાલપુર. બી કે ઠાકોર. એન ટી ઠાકોર. ઓબાજી ઠાકોર. ર્ડો દિનેશભાઈ ઠાકોર લાલપુર તથા જાગૃત યુવાનો દ્વારા આ અગત્ય ની મિટિંગ માં ઓડિસી વર્ગીકરણ ની ચર્ચા વિચારણા કરી આવનારા સમય મા દરેક થરાદ અને લાખણી તાલુકાના દરેક ગામમાં બેઠક કરી તાલુકા લેવલે જનરલ મીટીંગ કરી છેવાડાના લોકો વિકાસ થી વંચિત રહે તેવા હેતુ થી મજબુત લડત આપવા નો નિર્ણય કરવામાં આવ્યો