ખેરગામ ના લોટી ફળિયામાં વસવાટ કરતા આદિમ જૂથના ઘણા પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ પરિસ્થિતિઓમાં જીવન ગુજારી રહ્યા છે. તેઓ ખાનગી જમીનમાં રહે છે અને અત્યાર સુધી સરકારની કોઈપણ યોજનાનો લાભ મળ્યો નથી. આવી સ્થિતિમાં તેઓ પીવાનું પાણી, રસ્તા અને આવાસ જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત છે. આ પરિવારોની હાલત અત્યંત વેદનાજનક છે પીવાનું પાણી મેળવવા માટે પરિવારોને દરરોજ 500 મીટર દૂર ચાલીને જવું પડે છે.રસ્તો ન હોવાથી કાદવ અને કિચડમાંથી પસાર થવું પડે છે.કોઈ બીમાર થાય ત્યારે તેમને ખભે ઉંચકી કે ટાંગા-ટોળી કરીને દવાખાને લઈ જવું પડે છે.અંતિમસંસ્કાર માટે પણ માર્ગની અછત કારણે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.આસપાસ જંગલ સમાન વાતાવરણ હોવાથી જીવજંતુઓ અને જાનવરોનો ભય સતત રહેલો છે. આવા કપરા સંજોગોમાં પણ આ પરિવારોને આજદીન સુધી કોઈ નીતિગત કે યાંત્રિક સરકારી સહાય પ્રાપ્ત થઈ નથી. આ પરિવારો પુનર્વસન કે નવું વસવાટ સ્થળ માંગતા નથી—એમનો સ્પષ્ટ માગ છે કે જો સરકાર તેમને સરકારી જમીનમાં સ્થળાંતર કરે, તો ત્યાં એમને આવાસ, રસ્તો અને પાણી જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.આદિમ જૂથના પરિવાર એકજ માગ “અમને માત્ર જીવન જીવવા માટેની સહુલિયતો જોઈતી છે. અમે પણ આ દેશના નાગરિક છીએ અને વિકાસના પંથે આગળ વધવા ઈચ્છીએ છીએ.”
«
Prev
1
/
169
Next
»
મોરબી મચ્છુ-૩ ડેમના વઘુ ૭ દરવાજા ૬.૫ ફૂટ ખોલાશે
મોરબી જિલ્લામાં ભારે વરસાદ ના કારણે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કલેક્ટરે અપીલ કરી
CJP ની સરકારે બે માંગ સ્વીકારી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કાલે નિર્ણય