BHUJGUJARATKUTCH

લોકસભા ચૂંટણી અંતર્ગત સભા સરઘસની પરવાનગી મેળવી લેવી.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ, તા-13 એપ્રિલ  : આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ માટેની તારીખો જાહેર થયેલ છે અને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે. જે સંદર્ભે ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારો, પક્ષના કાર્યકરો દ્વારા સભા, સરઘસ, રેલી વગેરેનું આયોજન થશે. આ સભા, સરઘસ વ્યવસ્થિત રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જાળવવા તથા જાહેર વ્યવસ્થા જાળવવાના હેતુસર સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તારોમાં પરવાનગી લીધા સિવાય રાત્રિના ૧૦:૦૦ વાગ્યા પછી કોઈ વ્યક્તિઓની મંડળી અને સભા/સરઘસ ન યોજાય તે માટે હુકમ કરવાનું જરૂરી જણાય છે.

કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરાએ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ (૩૭) ની પેટા કલમ (૩) મુજબ તા.૨૯/૦૪/૨૦૨૪ સુધી સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તારમાં વ્યક્તિઓની કોઈ મંડળી, સભા અને સરઘસ, પરવાનગી સિવાય ભરવા માટે મનાઈ ફરમાવેલ છે. તેમજ રાત્રિના ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી મંડળી, સભા અને સરઘસની પરવાનગી નહીં આપવા ફરમાવ્યું છે.આ હુકમ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિઓ, સંસ્થાને ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્યક્તિઓને, કોઈ લગ્ન પ્રસંગના વરઘોડાને અને કોઈ સ્મશાનયાત્રાને લાગુ પડશે નહીં. આ હુકમના કોઈ પણ ભાગનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થાસે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!