30 જુલાઈ 2024 આંતરરાષ્ટ્રીય મિત્રતા ના દિવસે ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ફટાફટ ઓનલાઈન કવિ સંમેલન યોજાયું
30 જુલાઈ 2024 આંતરરાષ્ટ્રીય મિત્રતા ના દિવસે ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ફટાફટ ઓનલાઈન કવિ સંમેલન યોજાયું
તાહિર મેમણ – આણંદ -30/07/2024- 30 જુલાઈ 2024 મંગળવારના રોજ 3.30 વાગ્યે ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ફટાફટ ઓનલાઈન કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે કે. વી શર્મા અંધપ્રદેશ થી ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે ડૉ ગુલાબચંદ પટેલે હાજરી આપી હતી. સરસ્વતી વંદના શ્રીમતી લતાબેન ચૌહાણ દ્વારા, મહેમાન પરિચય સંસ્થાના વડા ડૉ. શૈલેષ વાણિયા શૈલે આપ્યો હતો. પુષ્પ વર્ષા પ્રિતી પરમાર પ્રીત સંસ્થા મંત્રી દ્વારા, કુલ 21કવિઓએ પોતાની રચનાઓ રજૂ કરી હતી. સુંદર ડીજીટલ સર્ટિફિકેટ નું વિતરણ સંસ્થાના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું. તૈ.કરનાર નિલેશ રાઠોડ નીલ ઉપાધ્યક્ષ દ્વારા. આભાર વિધિ કિરણ ચોનકર દિવાની એ કરી હતી. કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, અંધપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી, બિહાર ગુજરાત વગેરે રાજ્યોના કવિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મંચ 512થી ખીચોખીચ ભરેલા હતો. રાષ્ટ્રગીત શાળાના નાના ભૂલકાઓ દ્વારા 5.00વાગ્યે રજૂ કરવામાં આવ્યું હતું અંત માં ભારત માતા ની જય નાદ સાથે વિદાય લીધી.