ARAVALLIBAYADGUJARATMODASA

બાયડ-સાઠંબા હાઈવે પર શ્રમિક મહિલાની રસ્તા પર જ પ્રસૂતિ, 108 ની સમયસર સેવાથી મા-દીકરી સુરક્ષિત

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

બાયડ-સાઠંબા હાઈવે પર શ્રમિક મહિલાની રસ્તા પર જ પ્રસૂતિ, 108 ની સમયસર સેવાથી મા-દીકરી સુરક્ષિત

અરવલ્લી જિલ્લાના બાયડ-સાઠંબા રોડ પર શનિવારે માનવતાને સ્પર્શી જાય તેવી ઘટના સામે આવી હતી. ગાંધીનગરથી પોતાની પત્ની સાથે બાઈક પર દાહોદ જિલ્લાના ફતેપુરા તરફ જઈ રહેલા એક શ્રમિક દંપતીને રસ્તામાં અચાનક પ્રસૂતિની પીડા ઉપડતાં જાહેર માર્ગ પર જ મહિલાની પ્રસૂતિ થઈ હતી.મળતી માહિતી મુજબ, રસ્તામાં જ પત્નીની સ્થિતિ ગંભીર બનતાં શ્રમિક પતિ મદદ માટે આસપાસના લોકોને વિનંતી કરી રહ્યો હતો. પ્રસૂતિની અસહ્ય વેદનાને કારણે મહિલા હાઈવે પર જ બાળકીને જન્મ આપવા મજબૂર બની હતી

 

આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક દયાળુ યુવકે સમગ્ર ઘટના જોઈ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. માહિતી મળતાં જ 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ટીમે માતા અને નવજાત બાળકીની પ્રાથમિક સારવાર કરીને બંનેને વધુ સારવાર માટે બાયડની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

હાલ હોસ્પિટલમાં માતા અને નવજાત બાળકી બંનેની તબિયત સ્થિર અને સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક યુવકની સમયસરની મદદ અને 108 એમ્બ્યુલન્સ સેવાની ઝડપી કામગીરીને કારણે માતા અને બાળકીનો સુરક્ષિત બચાવ થતાં લોકો દ્વારા બંનેની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!