તા.૨૨.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ત્રણ પર ગોદિરોડના યુવકના બન્ને પગ કપાઈ જતા અનાડી પલાસ 7788 ગ્રુપ દ્વારા યુવકને નવું જીવન આપ્યું
આજથી 1 વર્ષ અગાવ દાહોદ શહેરના ગોદિરોડ વિસ્તારના અંબિકા નગરના નવી ચાલમાં રહેતો યુવક ધવલ બેરવા જે ફોટો સૂટ કરવા નડિયાદ ગયા હતા.ત્યારે પોતાનું કામ પતાવી દાહોદ પરત આવતા અને ટ્રેનથી નીચે ઉતરવા જતા અચાનકજ ટ્રેન ચાલું થતા.ટ્રેનનો ઝટકો લાગતા ધવલ ભાઈ રેલ્વે ટ્રેક પર પડતા અને ટ્રેન તેઓના પગ પર ફરી વળતા ધવલ ભાઈના બન્ને પગ કપાઈ જતા તેઓને સારવાર માટે નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.દાહોદના ગોદીરોડ વિસ્તારના અંબીકા નગરના નવી ચાલમાં રહેતા ધવલ ભાઈ બેરવાના ટ્રેન નીચે આવી બન્ને પગ કપાઈ ગયા હોવાની જાણ દાહોદના મોટી ખરજ ગામના પલાસ ફળીયામાં રહેતા પલાસ અનાડી 7788 ગ્રુપના સભ્યો દ્વારા થતા તેઓએ ધવલ ભાઈ ની મુલાકાત ખાતે પહોંચ્યા હતા. અને તેમની હાલત અને પરિસ્થિતિ જોઈ.પલાસ અનાડીએ અમદાવાદના ગેટ બેગ ઇન્ડીયા હોસ્પિટલમાં સંપક્ર કરી કૂત્રિમ પગ નખાવાની ચર્ચા કરી જેનો ખર્ચ આશરે બે લાખ થતા.પલાસ અનાડીએ તેઓના 7788 ગ્રુપ થી ચર્ચા કરી યુવકને અમદાવાદના ગેટ બેગ ઇન્ડીયા હોસ્પિટલ ખાતે મોકલી યુવકના બન્ને પગ નખાવી આપવામાં આવ્યા.હાલ 15 દિવસની ટ્રેનિંગ બાદ યુવક દાહોદ આવતા યુવકએ પલાસ અનાડીની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને તેમનું અને તેમના 7788 ગ્રુપનું ખુબ ખુબ આભાર માન્યુ.હાલ પલાસ અનાડી અને તેમના 7788 ગ્રુપની આ સારી કામગીરી બદલ દાહોદ જિલ્લા વાસિયોંએ પણ પલાસ અનાડીની કામગિરી બિરદાવી હતી