BANASKANTHADEODARGUJARAT

80માં સ્વાતંત્ર્ય દિવસે વહીવટી તંત્રે દિયોદર મહેસૂલ વિભાગની કામગીરી બિરદાવી પ્રાંત અધિકારીનું સન્માન

80માં સ્વાતંત્ર્ય દિવસે વહીવટી તંત્રે દિયોદર મહેસૂલ વિભાગની કામગીરી બિરદાવી પ્રાંત અધિકારીનું સન્માન

પ્રતિનિધિ – દિયોદર ફોટો છે…  અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

 

મહેસૂલ વિભાગની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે પ્રશસ્તિપત્ર અર્પણ

 

 

નવનિયુક્ત વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના રાહ ગામે આજે 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવીઆ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે મહેસૂલ વિભાગમાં ઉત્કૃષ્ટ સેવાઓ બદલ દિયોદર પ્રાંત અધિકારી ડી. એન. કાછડને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપાયેલા પ્રશસ્તિપત્રમાં શ્રી કાછડની કામગીરી અને સેવાઓની નોંધ લઈ તેમના ઉત્કૃષ્ટ પ્રદાનને બિરદાવવામાં આવ્યું હતું. આ સન્માનથી સમગ્ર દિયોદર વહીવટી તંત્ર અને મહેસૂલ વિભાગનું ગૌરવ વધ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી મયુર મહેતા, IAS, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!