અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા : મહાસુદ બીજના દિવસે દેવરાજ ધામ મોડાસા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની અંદર સંત શ્રી દેવાયત પંડીત ની ચેતન સમાધિ બાજકોટ મોડાસા ખાતે આવેલી છે જ્યાં રામદેવપીરનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમજ તે ભૂમિને કુવારીકા ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને બીજના દિવસે અહીં અનેરું મહત્વ રહેલું છે. મહા સુદ બીજને દિવસે અહીં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડા પર ઉમટ્યું હતું અને પ્રસાદીનો લાભ લીધો હતો મંદિરે ખાતે દિવસ દરમિયાન વિવિધ સંતવાણી તેમજ આઠપોર સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત ભંડારો પણ રાખવામાં આવ્યો હતો.વહેલી સવારથી દેવરાજ મંદિર ખાતે દૂરદૂરથી ભક્તો આવે છે .અને આ કુવારીકા ભૂમિના દર્શન કરી ગુરુગાદિ એવા ધનગીરી બાપુના આશીર્વાદ લઇ લોકો ધન્યતા અનુભવે છે.