વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા- 05 જૂન : અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા પેટ્રોકેમીકલ લિમિટેડના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સમુદાયની ભાગીદારી અને પર્યાવરણની ટકાઉતા પર ભાર મૂકતા મહત્વપૂર્ણ વનીકરણ કાર્યક્રમ અતંર્ગત 89૦૦૦ થી વધુ વૃક્ષો થકી ઘનિષ્ઠ વનીકરણ કરવામાં આવ્યું છે. વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓ નિવારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવા અદાણી જૂથના ચેરમેન ગૌતમભાઈ અદાણીના સંકલ્પ મુજબ 2030 સુધીમાં 100 મિલિયન વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે દેશલપર કંઠી ખાતે લગભગ 4૦ એકરમાં જમીનમાં 45૦૦૦ રોપાઓનું વાવેતર કરવાની શરૂઆત કરવામાં આવી છે. આજે 1૦ એકરમાં ૩૦૦૦ વૃક્ષોના વાવેતર દ્વારા આ ગામ બીજુ અદાણીવન તૈયાર થઈ રહ્યું છે. અગાઉ પણ 11,૦૦૦ વૃક્ષોના વાવેતર સાથે બનાવેલ અદાણી વન આજે અનેક વન્યજીવોનું આશ્રયસ્થાન બની ચૂક્યું છે વળી તે પર્યાવરણ સંતુલનમાં ભાગ ભજવી રહ્યું છે.અદાણી ફાઉન્ડેશન મહત્વાંકાંક્ષી લક્ષ્યોની પૂર્તિ માટે ચેરપર્સન ડૉ. પ્રીતિબેન અદાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી રહ્યું છે. હરિત પર્યાવરણની એક પહેલ પ્રોજેકટ અંતર્ગત અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના વિવિધ વિસ્તારોમાં 35 એકર જમીનમાં 89૦૦૦ થી વધુ વૃક્ષોનું પ્રગાઢ વનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં વૃક્ષોનું માત્ર વાવેતર જ નહીં પણ ઉછેર અને માવજત પણ કરવામાં આવે છે.ત્રણ વર્ષ સુધી માવજતની જવાબદારી, ટપક સિંચાઇ પદ્ધતિ અને ગ્રામજનો ની ભાગીદારીથી શરૂ કરાયેલ આ નવું સાહસ, આજે તેના સુંદર પરિણામનું સાક્ષી બન્યું છે. નવનિર્મિત વન અનેક દેશી-વિદેશી પક્ષીઓ, સરીસૃપો અને સસ્તન વર્ગના પ્રાણીઓ માટે રહેઠાણ બન્યું છે.પર્યાવરણ સંરક્ષણના આ કાર્યક્રમમાં અદાણી પોર્ટસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ, ફાઉન્ડેશનના પંક્તિબેન શાહ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેકટને બિરદાવતા રક્ષિતભાઈએ ગ્રામજનોનો આભાર માન્યો હતો, તેમણે જણાવ્યુ હતું કે, માત્ર આપ સૌના સહકારથી આજે અહીં પ્રગાઢ વન લહેરાઈ રહ્યું છે. મોમાઈ મા ટ્રસ્ટ દ્વારા અદાણી ફાઉન્ડેશનના વૃક્ષારોપણની કામગીરી બિરદાવી રક્ષિતભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.