ARAVALLIGUJARATMODASA

મોડાસા – પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોડાસા સહિતના,તમામ શિવાલયો ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોડાસા સહિતના,તમામ શિવાલયો ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા

શિવાલયોમાં જઇને જળ,દૂધ અને બિલિપત્રો ચઢાવીને શિવભક્તો ભોળાનાથની પૂજા-અર્ચના કરી ધન્ય બન્યાં હતા
અરવલ્લી જિલ્લામાં આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઠેર ઠેર શિવાલયોમાં ભાવિક ભક્તો ભોળાનાથને દર્શને ઉમટી પડ્યાં હતાં અને જળ,દૂધ અને બીલીપત્રો ચઢાવીને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
મોડાસાના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી માંડી માઝુમકાંઠે ગેબીનાથ શવાલય,મોટી ઇસરોલના મોટેશ્વર,પંચ મહેશ્વર વડેશ્વર મહાદેવ,પાલ્લા પાસે રુદરેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં ૐ નમઃ શિવાયના નાદ ગુંજી ઉઠ્યા હતા.
સોમવારે સવારથી જ ભાવિકો પોતાના આસપાસના નજીકના શિવ મંદિરોમાં જઈ દર્શન કરી તેમજ વિવિધ પૂજા અર્ચના કરી હતી.પાવન શ્રાવણ માસમાં ભોળાનાથને રીઝવવા
રોજ મંદિરોમા ભીડ જોવા મળતી હોય છે પણ સોમવારે તો અધિક ભીડ જોવા મળે છે.

Back to top button
error: Content is protected !!