GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ એબીએસ કંપની સામેના હાઇવે રોડ ઉપર એસટી બસે આગળ ચાલતી ઈકો કારને ટક્કર મારી ટ્રીપલ અકસ્માત સર્જાયો.

 

તારીખ ૧૩/૦૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

આજ રોજ બપોરે હાલોલ થી ગોધરા તરફ જતી એસટી બસ જીજે ૧૮ ઝેડ ૬૭૧૮ ના ચાલકે કાતોલ પાટિયા પાસે એબીએસ કંપની ની સામે હાઈવે પર આગળ ચાલતા ઈકો કાર જીજે ૦૪એપી ૯૮૦૬ ને પાછળ થી ટક્કર મારી હતી પરિણામે ઈકો કાર તેની આગળ ચાલતી સેન્ન્ટ્રો કાર જીજે ૦૧ કે ઓ ૭૯૪૦ સાથે અથડાઈ હતી અને ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો ઈકો કાર અને સેન્ટ્રો કારમાં બેસેલ કોઇ પણ ઈસમને કોઇ પણ પ્રકારની ઇજા થઇ નહોતી ઈકો કાર ને પાછળ અને આગળના ભાગે મોટુ નુકશાન થયુ હતુ જયારે સેન્ટ્રો કાર ને પાછલા ભાગે નુકશાન થયેલ છે કાલોલ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને વાહનો પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા જ્યા ઇકો કાર ચાલક દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!