GUJARATKUTCHMANDAVI

શૌર્ય દિવસ નિમિતે કચ્છના સરદાર પોસ્ટ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૭ એપ્રિલ : 1965ના યુદ્ધ વખતે ભારતના સુરક્ષા દળોની અદ્વીતિય સાહસ અને બહાદુરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે દર વર્ષે શોર્ય દિવસની રાષ્ટ્રીય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષનો શૌર્ય દિવસનો કાર્યક્રમ કચ્છના સરદાર પોસ્ટ ખાતે આયોજિત કરવામાં આવશે. જેમાં દળના વરિષ્ઠ અધિકારીઓ અને જવાનો સરદાર પોસ્ટ, કચ્છ ખાતે સવારે 10 વાગે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. તેમજ બેન્ડ પ્રદર્શન દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાજલિ અર્પણ કરવામાં આવશે.એપ્રિલ 1965 દરમિયાન પાકિસ્તાન સેનાએ ‘ઓપરેશન ડેઝર્ટ હૉક’ હેઠળ ભારતીય સરહદી વિસ્તારો પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે CRPF ની 2જી બટાલિયનની ટુકડીઓ કચ્છના રણમાં આવેલા સરદાર અને ટાક પોસ્ટ પર તૈનાત હતી. તા. 9 એપ્રિલના વહેલી સવારે પાકિસ્તાનની આશરે 3500 સૈનિકોની ઇન્ફન્ટ્રી બ્રિગેડે આ પોસ્ટ્સ પર અચાનક હુમલો કર્યો હતો.CRPF ના જવાનોએ અદમ્ય સાહસ અને શૂરવીરતા દર્શાવી આ હુમલાનો મક્કમ પ્રતિસાદ આપ્યો અને દુશ્મનોને પાછા ખદેડી દીધાં હતા. આ યુદ્ધ દરમિયાન CRPF ના જવાનો દ્વારા 34 પાકિસ્તાની સૈનિકોને માર્યા ગયા હતા તથા 4 ને જીવતા પકડવામાં આવ્યા હતા. આ બહાદુરીપૂર્ણ સંઘર્ષમાં CRPF ના 7 જવાનો – એન.કે. કિશોર સિંહ, લાન્સ નાયક ગણપત રામ, કૉન્સ્ટેબલ કિશન સિંહ, જ્ઞાન સિંહ, સિદ્ધવીર સિંહ, શમશેર સિંહે દેશ માટે શહાદત વ્હોરી હતી.નાની ટુકડી હોવા છતાં CRPF ના જવાનોએ લગભગ 15 કલાક સુધી શક્તિશાળી પાકિસ્તાની બ્રિગેડનો સામનો કર્યો, જે સૈનિક ઇતિહાસમાં એક અનોખી સિદ્ધિ તરીકે નોંધાયેલી છે.ભારતના સુરક્ષા દળોની અદ્વીતિય સાહસ અને બહાદુરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આ વર્ષે પણ તા. 09 એપ્રિલ, 2026 નાં રોજ સવારે 10 વાગે સરદાર પોસ્ટ, કચ્છ ખાતે શોર્ય દિવસની રાષ્ટ્રીય ઉજવણી કરવામાં આવશે એમ crpf દ્વારા જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!