
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
સંત શ્રી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મ જયંતિ નિમિત્તે ભિલોડાના નવા ભવનાથથી ૪૪ ગ્રામ પંચાયતો માટે પવિત્ર કળશ યાત્રાનો પ્રારંભ
‘સમરસતા સંકલ્પ અભિયાન’ ભિલોડામાં સંત રવિદાસ મહારાજની જન્મ જયંતિ નિમિત્તે યોજાઈ ભવ્ય કળશ યાત્રા
ભિલોડાના નવા ભવનાથ ખાતેથી ૪૪ ગ્રામ પંચાયતોમાં સામાજિક સમરસતાનો સંદેશ પહોંચાડવા કળશ યાત્રાનું મંગલ પ્રસ્થાન
પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી ગુરૂ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મ જયંતિના પાવન પર્વ નિમિત્તે ભિલોડાના નવા ભવનાથ મંદિરમાં ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભિલોડા તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતો માટે પવિત્ર કળશ યાત્રાનું મંગલ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.નવા ભવનાથમાં ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભિલોડા તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતો માટે પવિત્ર કળશ યાત્રાનો પ્રારંભ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી ગુરૂ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મ જયંતિના પાવન પર્વ નિમિત્તે ભિલોડાના નવા ભવનાથ મંદિરમાં ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ભિલોડા તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતો માટે પવિત્ર કળશ યાત્રાનું મંગલ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.પવિત્ર કળશો ભિલોડા તાલુકાની તમામ ૪૪ ગ્રામ પંચાયતોના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરશે અને પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી ગુરૂ રવિદાસ મહારાજના સમરસતા, સામાજિક સદભાવ, ભાઈચારો અને માનવતાના પાવન સંદેશને જન-જન સુધી પહોંચાડવાનું કાર્ય કરશે… “સમરસ સમાજ, સશક્ત સમાજ”ના ઉમદા સંકલ્પ સાથે યોજાયેલા આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં એકતા અને સૌહાર્દની ભાવનાને વધુ મજબૂત કરવાનો છે.ભિલોડા સ્થિત નવા ભવનાથમાં શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં કાર્યકરો, ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.ભિલોડા તાલુકા ભાજપ સંગઠન, પ્રભારી, મનહરભાઈ દેસાઈ, ભિલોડા તાલુકા ભાજપ સંગઠન, મહામંત્રી, શૈલેષભાઈ કોટવાલ, બલભદ્રસિંહ ચંપાવત, યોગેશભાઈ બુદ્ધ, શ્યામકુમાર પરમાર, પોપટભાઈ અસારી, રશ્મિકાબેન નિનામા, લક્ષ્મીબેન ગામેતી, અનિલભાઈ પાંડોર, વિક્રમભાઈ ઠાકોર, જશુભાઈ પંડયા સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરોએ કલશ યાત્રાને સફળ બનાવી હતી.





