કાલોલ નગર ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતીના અવસરે શહેર ભાજપ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ
તારીખ ૨૫/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. તેમની જન્મ જયંતીના અવસરે વિવિધ કાર્યક્રમો અને ઉજવણીઓ કરવામાં આવે છે.પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મ જયંતીની ઉજવણીનું મહત્વ જીવન અને કાર્યને યાદ કરવા માટે વિવિધ સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત કાલોલ નગર ખાતે પંડીત દિનદયાળ ઉપાધ્યાયની જન્મદિવસ નિમિત્તે કાલોલ નગર ભાજપ સંગઠન દ્વારા નગરના દરેક બુથમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ડૉ.યોગેશકુમાર પંડ્યા,કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ, કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા,ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી,કાલોલ પાલિકાના પૂર્વ પ્રમુખ ગોપાલભાઇ પંચાલ અને પાલીકાના પુર્વ ઉપપ્રમુખ તુષારભાઈ શાહ સહિત પાલિકાના સભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલી સાથે શ્રધ્ધાંસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.