ટીંબાગામ પ્રા.શાળા ની ભૂતપૂર્વ વિધાર્થીની પોતાના દીકરા ચિ.નિવાન ના જન્મદિન નિમિતે શાળાના બાળકોને સ્વેટર વિતરણ કરાયા.

તારીખ ૨૮/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકાની ટીંબા ગામ પ્રાથમિક શાળામાં આજ શાળામાં અભ્યાસ કરેલ ભૂતપૂર્વ વિધાર્થીની ડૉ. રિયા નચિંત. પટેલ ( પિડીયાટ્રીક્સ ) અને ડૉ.નચિંત એમ. પટેલ ( ગાયનેક ) માં હોસ્પિટલ લુણાવાડા. તેમના દીકરા ચિ.નિવાન ના જન્મદિવસની ખુશી માં આવી ઠંડીની મોસમ માં શાળાના તમામ બાળકોને સ્વેટરનું દાન કરવામાં આવેલ છે.કહેવાય છે દાન માનવ જીવનનો ઉત્તમ ગુણ છે. દાન એટલે પોતાની પાસે રહેલું ધન, સમય, જ્ઞાન કે શક્તિમાંથી જરૂરિયાતમંદ માટે કંઈક અર્પણ કરવું. દાનથી માત્ર લેતા વ્યક્તિને જ નહીં, આપનારના હૃદયને પણ શાંતિ અને સંતોષ મળે છે.ભારતીય સંસ્કૃતિ માં દાન ને મહાન ધર્મ માનવામા આવ્યો છે.સદર કાર્યક્રમમાં દાતા ડૉ.રિયાબેન,આદરણીય ગોપાલકાકા, સરપંચ,એસ.એમ.સી અધ્યક્ષ તેમજ તમામ સભ્યો, ભાવિનભાઈ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહી શાળાના 325 બાળકોને સ્વેટરરૂપી વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. દાતા ને શાળા પરીવાર અને એસ. એમ. સી દ્રારા સન્માનપત્ર અને શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. કહેવાય કે કરેલું દાન ક્યારેય નિષ્ફળ જતું નથી.





