DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રા તાલુકાના ચુલી તારંગા ધામ નજીક હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાતા એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું.

તા.22/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી તારંગા ધામ નજીક હાઇવે પર ટ્રક, આઇસર, અને તેલના ટેન્કર વચ્ચે ત્રીપલ અકસ્માત સજાના એક યુવાનનું મત નિપજ્યું હતું અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં યુવાનની ડેડ બોડીને ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થ ખસેડવામાં આવી હતી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે અમદાવાદ રોડ પર અકસ્માતના અલગ અલગ 2 બનાવ બન્યા છે જેમાં હરીપર પાસે હોટલના મેદાનમાં ટ્રકનું ટાયર ફરી વળતા રાજગઢના યુવાનનું પ્રાણપંખેરૂ ઉડી ગયુ છે જયારે ચુલી પાસે ટ્રીપલ અકસ્માતમાં 1નું મોત અને 1ને ઈજા પહોંચી છે આ ઉપરાંત બજાણા પાસે બાઈક અડફેટે આધેડને ઈજા પહોંચી છે ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે રહેતા તુષારભાઈ ગણપતભાઈ પરમાર હળવદની આર. એસ. ઈન્ફ્રા કંપનીમાં નોકરી કરતા હતા તા. 19-10ના રોજ સાંજે તેઓ ગામના રાજનભાઈ ચમનભાઈ પરમાર સાથે બાઈક પર રાજગઢ જતા હતા ત્યારે હરીપર પાસે જયોતી હોટલે તેઓ ચા-પાણી કરવા રોકાયા હતા ચા-પાણી કર્યા બાદ તુષારભાઈ હોટલના મેદાનમાં ઉભા હતા ત્યારે હોટલથી અમદાવાદ તરફ જતા ટ્રક ચાલકનું ધ્યાન રસ્તા તરફ હોઈ તેઓએ તુષારભાઈને અડફેટે લીધા હતા જેમાં તેઓના માથાના ભાગે ટાયર ફરી વળતા મોત થયુ હતુ બનાવની મૃતક તુષારભાઈની માતા દેવુબેન ગણપતભાઈ પરમારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે બનાવની વધુ તપાસ એચસી એસ. એ. ખાંભલા ચલાવી રહ્યા છે. જયારે બીજા બનાવની મળતી માહીતી મુજબ ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર ચુલી ગામ પાસે આવેલા તારંગાધામ નજીક રવીવારે મોડી રાત્રે ટ્રક, આઈશર અને તેલના ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં આઈશરમાં બેસેલા એક યુવાનનું મોત થયુ હતુ જયારે આઈશરના ચાલકને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો બનાવની જાણ થતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમે દોડી જઈ મૃતદેહને ધ્રાંગધ્રા સરકારી દવાખાને લઈ જવાયો હતો. અને બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે બીજી તરફ બજાણા પોલીસ મથકે નોંધાયેલ બનાવની મળતી માહીતી મુજબ પાટડી તાલુકાના બજાણા ગામના 52 વર્ષીય રતીલાલ દેવશીભાઈ મકવાણા ખેતી કરે છે તા. 9-10ના રોજ તેઓ બપોરે ક્રીષ્ના હોટલે બાઈક લઈને જમવા જતા હતા ત્યારે બાઈકની ચેન ઉતરી જતા તેઓ બાઈક પાર્ક કરીને બાઈક પાસે ઉભા હતા આ સમયે બજાણા ગામ તરફથી ફુલસ્પીડે બાઈક લઈને આવેલા દેવાભાઈ માનસંગભાઈ ઠાકોરે તેઓને અડફેટે લીધા હતાં અને બાઈક લઈને ફરાર થઈ ગયો હતો બનાવમાં દેવાભાઈને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા આ અંગે બજાણા પોલીસ મથકે દેવા ઠાકોર સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ કે. જી. પારધી ચલાવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે અહીં કચ્છ થી અમદાવાદ મેઈન ફોર લાઇન હાઇવે હોવાથી છાશવારે અકસ્માતો જોવા મળતાં હોય છે ત્યારે છેલ્લા બે દિવસમાં હાઇવે પર અકસ્માતના પાંચ બનાવો બન્યા હતા ત્યારે ધાંગધ્રા તાલુકાના ચૂલી ગામ તારંગા ધામ નજીક આઇસરગાડી, તથા તેલનું ટેન્કર, અને ટ્રક વચ્ચે ત્રીપલ અકસ્માત સજાયો હતો જેમાં એક યુવાન ગાડીમાં સવારનું મોત નીપજ્યું હતું અને ચાલકને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે અકસ્માત થતા હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્ય સજાયા હતા ત્યારે હાઇવે પર કંપનીની ઈમરજન્સી સેવા આપતી ગાડીને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક હડવો કર્યો હતો અને યુવાનની ડેડ બોડીને પી એમ માટે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

Back to top button
error: Content is protected !!