GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “૭મી મેના રોજ હું મતદાન કરીશ, તમે પણ અચૂક મતદાન કરજો”

તા.૨/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

લોકસભા ચૂંટણીમાં ચોક્કસ મતદાન કરવા ગોંડલ એ.આર.ઓ. શ્રી રાહુલ ગમારાની વીડિયો દ્વારા અપીલ

Rajkot: લોકશાહીનો અવસર એટલે કે લોકસભાની ચૂંટણીમાં “મતદાનનો અવસર” આવી પહોંચ્યો છે, ત્યારે ૧૦-રાજકોટ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં સઘન મતદાન જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે. આ સાથે નાગરિકોને મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા અપીલ કરાઈ રહી છે.

૭૩-ગોંડલ વિધાનસભા મત વિસ્તારના એ.આર.ઓ.-પ્રાંત અધિકારી શ્રી રાહુલ ગમારાએ એક વીડિયો સંદેશ મારફત તેમના વિસ્તારના નાગરિકોને અચૂક મતદાન કરવા આહવાન કર્યું છે. વીડિયો સંદેશમાં તેમણે કહ્યું છે કે, લોકશાહીના અસવરની ઉજવણીમાં ભાગ લેવા આપ સૌ પધારશો. ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકો, કે જેમના નામ મતદાર યાદીમાં નોંધાયેલા છે, તેવા તમામ સ્ત્રી-પુરુષ નાગરિકો ૭મી મેના રોજ પોતાનો કિમતી મત આપીને, પોતાના મતાધિકારનો ઉપયોગ કરજો.

આ સાથે ૧૦ મિનિટ દેશ માટે, ૧૦ મિનિટ પોતાના ભવિષ્ય માટે ફાળવવા તેમણે અપીલ કરી હતી. જ્યારે ગોંડલ શહેર મામલતદાર શ્રી ડી.ડી. ભટ્ટ તથા ગોંડલ ગ્રામ્ય મામલતદાર શ્રી આર.બી. ડોડીયાએ પણ વીડિયો સંદેશ મારફત નાગરિકોને અપીલ કરી છે કે, આગામી સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણીમાં હું મતદાન કરીશ. આપ સૌ પણ અવશ્ય મતદાન કરશો. મતદાન કરવું એ આપણી ફરજ છે. સાતમી મેના રોજ અવશ્ય મતદાન કરજો અને લોકશાહીનું પર્વ દીપાવજો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!