GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: આઈ ખેડૂત પોર્ટલ પર યોજના નિદર્શન હેઠળના ઘટકો માટે ઓનલાઈન અરજીઓ ૧૮ જૂનથી કરી શકાશે

તા.૧૭/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજ્યના ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળના નિદર્શન ઘટકોનો લાભ લઇ શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ તા.૧૮/૬/૨૦૨૫, બુધવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી તા.૦૧/૦૭/૨૦૨૫ (૧૪ દિવસ) સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. જે ધ્યાને લઇ રાજકોટ જિલ્લાના ખેડૂતોએ આ નિદર્શન ઘટકોમાં લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરીને અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!