શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ તથા શ્રી આઠ પ્રજાપતિ સમુહલગ્ન સમિતિ રાધનપુરની સાધારણ સભા યોજાઈ.
શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ,સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલયના હોલમાં પ્રજાપતિ મંજીભાઈ રગનાથભાઈ (ધધાણા) ના અધ્યક્ષ સ્થાને

શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ તથા શ્રી આઠ પ્રજાપતિ સમુહલગ્ન સમિતિ રાધનપુરની સાધારણ સભા યોજાઈ.
નવાબી નગરી રાધનપુરના આંગણે આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ,સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલયના હોલમાં પ્રજાપતિ મંજીભાઈ રગનાથભાઈ (ધધાણા) ના અધ્યક્ષ સ્થાને ૨૪મી મે ૨૦૨૬ ના રોજ સવારે યોજાઈ.ગત સાધારણ સભાની કાર્યવાહી વંચાણે લઈ સને.-૨૦૨૫/ ૨૦૨૬ ના વર્ષના વાર્ષિક હિસાબો અને ૨૪ મા સમુહલગ્ન ના હિસાબો રજુ કરતા ઉપસ્થિત કરીબારીએ હિસાબો મંજુર કર્યા હતા.અધ્યક્ષે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના નવીન ટ્રસ્ટી ગણ અને શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમુહલગ્ન સમિતિ ની નવીન કારોબારીની રચના નાનજીભાઈ વાંસા, રસિકભાઈ ઝેકડા, માધુભાઈ ચલવાડા,ત્રિભોવનભાઈ સરકારપુરા,મુળજીભાઈ ડીસા, સોમાભાઈ રોઈટા,હસુભાઈ હારીજ, ડી.ડી. બંધવડ, ઉમેશભાઈ નેકારીયા,ભાવાભાઈ ધધાણા,ગોવિંદભાઈ ધધાણા સહીતના આગેવાનોની ઉપસ્થિતિમા વરણી કરવામાં આવી હતી.ત્યારે કેળવણી મંડળના પ્રમુખ નટવરભાઈ કાંતિભાઈ શ્રીનાથ,ઉપપ્રમુખ છગનભાઈ ડાહ્યાભાઈ બાસ્પા, મંત્રી ગૌતમભાઈ કાંતિભાઈ સિપર,સહમંત્રી ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ ઊણ,ઓડિટર અશોકભાઈ રામચંદભાઈ ઊંડાઈ, ખજાનચી રમેશભાઈ ગણેશભાઈ ગાંજીસર,જયારે સમુહ લગ્ન સમિતિના પ્રમુખ પાંચાભાઈ રણછોડભાઈ ધરવડી, ઉપપ્રમુખ મંજીભાઈ વજાભાઈ રૂની,મંત્રી પ્રહલાદભાઈ ભોજાભાઈ ઊણ ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. તાળીઓના ગડગડાટથી સભામંડપ ગાજી ઉઠ્યો હતો. નવીન હોદેદારોને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530




