GUJARATKUTCHMANDAVI

કર્મચારી તથા કામદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સંસ્થાઓએ સવેતન રજા આપવાની રહેશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૪ ફેબ્રુઆરી : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કચ્છ જિલ્લામાં રાપર અને ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ૬-દશરડી(માંડવી), ૧૦-મોટી ભૂજપુર(મુંદરા), ૧૨- લાકડીયા(ભચાઉ) તાલુકા પંચાયત પેટા ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણી માટે તા.૧૬/૦૨/૨૦૨૫ રવિવારના સવારે ૭-૦૦ થી સાંજના ૦૬-૦૦ કલાક સુધી મતદાન યોજાનાર છે. ત્યારે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ – ૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે તેમ રાજ્યના શ્રમ આયુક્તશ્રીની અખબારીયાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!