BANASKANTHAGUJARATPALANPUR

જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ, પાલનપુરમાં યુવક સહકારી તાલીમ શિબિર નું આયોજન

26 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ, પાલનપુરમાં યુવક સહકારી તાલીમ શિબિર નું આયોજન
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુરમાં અર્થશાસ્ત્ર વિભાગ તથા ગુજરાત રાજ્ય સરકારી સંઘના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘ દ્વારા 20/7/26 થી 25/7/26 દરમ્યાન યુવક સહકારી શિક્ષણ તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું. તાલીમ શિબિરમાં બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘના ટ્રેનર થી રસિકભાઈ ચૌધરી અને શ્રીમતી નીરૂબેન ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને ગુજરાતમાં ચાલતી વિવિધ સહકારી મંડળીઓ, તેમનું કાર્યક્ષેત્ર, કાર્ય પદ્ધતિ તથા સહકારી ક્ષેત્રે રોજગારીની તકો અંગે માહિતગાર કરવામાં આવ્યા. આ તાલીમમાં કુલ ૭૦ વિદ્યાર્થીઓ જોડાયા. વિદ્યાર્થીઓ સહકારી પ્રવૃત્તિઓની સૈદ્ધાંતિક અને વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે માટે દર વર્ષે આ યુવક સહકારી તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજ ના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ .રાધાબેન પટેલના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. હેમલબેન પટેલ તથા મુકેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!