AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રિસર્ચ મેથડોલોજી કોર્સનું આયોજન: ૩૭ રિસર્ચ સ્કોલર્સની ઉત્સાહપૂર્ણ સહભાગીતા

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ, અમદાવાદ ખાતે ૧૦ દિવસીય રિસર્ચ મેથડોલોજી કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું મુખ્ય આયોજન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ (ICSSR), નવી દિલ્હીના સહયોગથી કરવામાં આવ્યું છે.

આ કોર્સમાં કુલ ૩૭ રિસર્ચ સ્કોલર્સે ભાગ લીધો છે, જેમાંથી ૨૦ ગુજરાતના અને ૧૭ રિસર્ચ સ્કોલર્સ દેશના અન્ય રાજ્યોમાંથી આવ્યા છે. ખાસ કરીને સોશ્યલ સાયન્સ ક્ષેત્રે પીએચડી કરતા રિસર્ચર્સ માટે આ કોર્સને ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં પોલિસી મેકિંગ માટે મહત્વના મુદ્દાઓ અંગે તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવશે.

કોર્સ દરમિયાન ૨૪ એપ્રિલ સુધી ગુજરાત અને ભારતભરના જાણીતા વિષય નિષ્ણાતો દ્વારા કુલ ૩૩ વ્યાખ્યાનો યોજાશે. આ વ્યાખ્યોમાં રિસર્ચ પદ્ધતિઓ, ડેટા એનાલિસિસ, થિયોરેટિકલ ફ્રેમવર્ક, અને પોલિસી ઇમ્પ્લિકેશન્સ જેવા મહત્વના મુદ્દાઓ આવરી લેવાશે.

આ પ્રકારના કાર્યક્રમો દ્વારા રિસર્ચ સ્કોલર્સને તેમના શૈક્ષણિક અને વ્યાવસાયિક વિકાસ માટે નવી દિશા મળે છે અને તેઓને મજબૂત આધારીત અભ્યાસ દ્વારા નીતિ બનાવટમાં યોગદાન આપવા માટે તૈયાર કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!