BODELICHHOTA UDAIPURGUJARAT

મધરાતે અચાનક હાઈ વોલ્ટેજ આવતા લોકોમાં નાસભાગ! વાંટડા ગામમાં વીજ તંત્ર સામે ગ્રામજનોનો આક્રોશ

બોડેલી તાલુકાના વાંટડા ગામે 25 ઓગસ્ટની રાત્રે આશરે 11 વાગ્યે અચાનક હાઈ વોલ્ટેજ આવતા ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘરોમાં અચાનક પંખા પૂરપાટ ફરવા લાગ્યા હતા અને લાઈટો વારંવાર ચાલુ-બંધ થવા લાગી હતી. કંઈક ઘટના બની હોવાની આશંકાએ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે સ્થિતિ સામાન્ય થતાં ઘરમાં તપાસ કરતા અનેક ઘરોમાં વીજ ઉપકરણો બળી ગયેલા જોવા મળ્યા હતા. પંખા, બલ્બ,ટીવી, ફ્રિજ સહિતના મોંઘા સાધનો બળી જતા ગ્રામજનોને મોટું આર્થિક નુકસાન થયું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આશરે 35 થી 40 ઘરોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ ઘટનાને લઈને વીજ વિભાગ સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં વીજ પુરવઠાની સમસ્યા વારંવાર સર્જાય છે. વીજ વિભાગને જાણ કરવા છતાં કર્મચારીઓ સમયસર પહોંચતા નથી અને ફરિયાદો પ્રત્યે ગંભીરતા દાખવવામાં આવતી નથી.હવે ગ્રામજનો વીજ વિભાગ પાસે જવાબદારી નક્કી કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. સાથે જ હાઈ વોલ્ટેજના કારણે બળી ગયેલા વીજ ઉપકરણોના નુકસાનનું સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવાની પણ માંગ ઉઠી છે.
રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!