તા.૧૯.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા દેવગઢ બારીયા સત્તાધીશોની ટીમોને સાથે રાખીને પંચેલા ગામ પાસે ઘનશ્યામ હોટલ ના પાર્કિંગમા ઓવરલોડ રેતી ભરેલી ૧૭ ટ્રકો ઝડપી પાડી
દાહોદ ખાણ ખનીજ વિભાગ ની ટીમ દ્વારા ગત રોજ દેવગઢ બારીયા સત્તાધીશો ની ટીમો ને સાથે રાખીને પંચેલા ગામ પાસે નેશનલ હાઇવે ઉપર આવેલ ઘનશ્યામ હોટલ ના પાર્કિંગ મા ઓવરલોડ રેતી ના ઢગલા ઓ ભરીને ઉભી રહેલ ૧૭ ટ્રકોને સાગમટે ઝડપી પાડતા ખનીજ માફીયાઓ મા ભારે ભાગદોડ પ્રસરી જવા પામી હતી. જોકે દાહોદ ખાણ ખનીજ વિભાગ ની ટીમો ના આગમન સાથે ના સરકારી ગાડીઓ ના કાફલા ને જોઈને કેટલીક ટ્રકોના ચાલકો પોતાના વાહનો છોડી ને ભાગતા નજરે પડયા હતા જોકે ઓવરલોડ રેતી ભરેલા આ ૧૭ ટ્રકોના અંદાજે ૬ કરોડ ના જપ્ત કરાયેલા આ વાહનોને પીપલોદ પોલીસ મથક મા લાવવા મા આવ્યા હતા એમા એક અંદાજ પ્રમાણે ૪૦ લાખ થી વધારે ખનીજ ચોરી બહાર આવવાની સંભાવનાઓ છે. આ પ્રકરણ મા કહેવાય છે કે ભૂતિયા ગામ પાસે આવેલ પાનમ નદી માથી બેફામ રેતી ભરીને આવતા વાહનો પંચેલા પાસે આવેલ હોટલ ના પાર્કિંગ મા ઉભા રહીને જે તે સ્થળે રવાના થતાં હોવાનાં આ દ્રશ્યો રોજીંદા હતાં જોકે દાહોદ ખાણ ખનીજ વિભાગ ટીમ ના આ દરોડા ના પગલે દેવગઢ બારીયા ના સત્તાધિશો ની ટીમો પણ અંદર ખાને ચોંકી ગઈ હોય તેવું કેહવાય છે.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા તાલુકાના પંચેલા ગામે આવેલ ઘનશ્યામ હોટલ ના પાર્કિંગમાં ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રકો પડી રહેતી હોવાની માહિતી ખાણ ખનીજ વિભાગને મળતા દાહોદ ખાણ ખનીજ વિભાગ તેમજ સ્થાનિક મામલતદાર , સ્થાનિક પોલીસને સાથે રાખી ઘનશ્યામ હોટલના પાર્કિંગમાં આકસ્મિક રેડ કરતા ગેરકાયદેસર ઓવરલોડ રેતી ભરેલી ૧૭ ટ્રકો ઝડપી પાડતા ગેરકાયદેસર રેતી ભરેલા વાહનોના ચાલકો પોતાના વાહનો મૂકી ત્યાંથી પલાયન થઈ ગયા હતા ત્યારે દાહોદ જિલ્લાના ખનીજ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં સૌપ્રથમ પહેલીવાર આટલી મોટી રેડ પડી હોઈ તેમ જોવાઈ રહ્યુ છે ત્યારે આ રેડ જોઈને કેટલાક વાહન ચાલકો પોતાના વાહનો મૂકીને પલાયત થઈ જતા ખનીજ વિભાગને આ વાહનો પીપલોદ પોલીસ મથકે લાવવામાં અનેક અગવડતા ઉભી થવા પામી હતી ત્યારે ખનીજ વિભાગની આ રેડ ને લઈ કેટલાક વાહન માલિકો પણ દોડી આવ્યા હતા અને તેમના પણ ટોળેટોળા જોવા મળ્યા હતા ત્યારે ખનિજ વિભાગ દ્વારા પોતાના ચાલકો દ્વારા આ હાઇવા ડમ્પરો પીપલોદ પોલીસ મથકે લાવવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે ખનીજ વિભાગની આ સંયુક્ત રેડમાં જે ગેરકાયદેસર રેતી ભરેલી ૧૭ ટ્રકો નો અંદાજે ૬ કરોડથી વધુ નો મુદ્દામાલ પકડાયો હોવાનું તેમજ અંદાજે ૪૦ લાખ થી પણ વઘુ ની વસુલાત થાય તેમ જોવાઈ રહ્યું છે
ત્યારે આ ખનિજ વિભાગ ની રેડ થી રેત માફીયાઓ માં હાલ ફફડાટ ફેલાયો હોય તેમ જોવાઈ રહ્યું છે ત્યારે હજુ પણ દેવગઢ બારીયા તાલુકામાં ગેરકાયદેસર મોટાપાયે રેતી ખનન થતો હોવાનું જોવાઈ રહ્યું છે ત્યારે દિવસ કરતા રાત્રે ચાલતું રેતી ખનન ઉપર તંત્ર સકંજો કસ સે કે પછી આવી જ રીતે વાહનોને પકડી સંતોષ માનસે એવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે હાલ ખનીજ વિભાગ દ્વારા જે ગેરકાયદેસર રેતી ભરી જતા ઝડપાયેલા વાહનો ક્યાંથી ભરી ને આવ્યા છે તે દિશામાં તપાસ હાથ ધરશે કે પછી ગાડીઓ પેટેની વસુલાત લઈ તપાસનું પૂર્ણ વિરામ કરશે તે જોવાનું રહ્યું