BANASKANTHAGUJARATPALANPUR

‘તિરંગા મારી આન છે, તિરંગા મારી શાન છે.’ ના નારા સાથે પાલનપુર દેશભક્તિના રંગે રંગાયું: જી.ડી. મોદી કોલેજથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી યોજાઇ ભવ્ય તિરંગા યાત્રા

13 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં પાલનપુરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પાલનપુરમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર કરતી તિરંગા યાત્રાનું આયોજન; ઘોડેસવારી, બાઈક રેલી અને ડી.જે. બન્યા આકર્ષણનું કેન્દ્ર પાલનપુરમાં ૧૦,૦૦૦થી વધુ નાગરિકો અને ૫૦૦ સુરક્ષા જવાનો તેમજ બેન્ડ સાથે શિસ્તબદ્ધ અને અભૂતપૂર્વ તિરંગા યાત્રા સંપન્ન‘તિરંગા મારી આન છે, તિરંગા મારી શાન છે.’ની ભાવના અને દેશભક્તિના જોશ સાથે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આજે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વન અને પર્યાવરણ મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં આયોજિત આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, મહિલાઓ, અધિકારીઓ-કર્મચારીઓ તથા વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા.
જી.ડી. મોદી કોલેજ, પાલનપુરથી પ્રારંભ થયેલી તિરંગા યાત્રા ગુરુનાનક ચોક, સરસ્વતી માધ્યમ સ્ટેડિયમ થઈ શહીદ સ્મારક પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર ખાતે પૂર્ણ થઈ હતી. સમગ્ર યાત્રા દરમિયાન ચોમેર લહેરાતા રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના જયઘોષથી પાલનપુરનું વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી રંગાઈ ગયું હતું.તિરંગા યાત્રામાં ઘોડેસવારી, બાઈક સવારી, ડી.જે. સહિતની દેશભક્તિમય રજૂઆતો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સફેદ વસ્ત્રોમાં સજ્જ મહિલાઓએ મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. ખુલ્લી જીપમાં ભારત માતાના સ્વરૂપમાં સજ્જ બાળાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી ઉપસ્થિત સૌમાં દેશભક્તિની ભાવના જગાવી હતી.યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિવિધ દેશભક્તિમય રજૂઆતો અને રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલા નાગરિકોના ઉત્સાહે યાત્રાને ભવ્ય સ્વરૂપ આપ્યું હતું. તિરંગા યાત્રા દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ‘હર ઘર તિરંગા’ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાલનપુરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાથી પાલનપુર શહેરનું સમગ્ર વાતાવરણ તિરંગામય અને દેશભક્તિના રંગે રંગાયું હતું.જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુર ખાતે જી.ડી. મોદી કોલેજથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી ભવ્ય તિરંગા રેલી યોજાઈ હતી. રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો, બાળકો, રમતવીરો, સરકારી અધિકારીઓ-કર્મચારીઓ તથા જિલ્લાના પદાધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિએ રેલીમાં દેશભક્તિનો જુસ્સો વધુ વધાર્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે જણાવ્યું હતુ કે ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત પાલનપુર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૧૦,૦૦૦ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પોલીસ, જીઆરડી અને હોમગાર્ડના આશરે ૫૦૦ જવાનો દ્વારા બેન્ડ અને હોર્સ શો સહિત યાત્રામાં સહભાગીતા આપવામાં આવી હતી. સમગ્ર તિરંગા યાત્રા ખૂબ જ ઉત્સાહ અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થઈ. આ પ્રસંગે પાલનપુરના તમામ નાગરિકોને આવનાર સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ પાલનપુરમાં રાષ્ટ્રપ્રેમની નવી ઊર્જાનો સંચાર કર્યો હતો. રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવનાને જનઆંદોલનનું સ્વરૂપ આપવાની સાથે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ પણ આ યાત્રા દ્વારા આપવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!