GUJARATMULISURENDRANAGARTHANGADH

સુરેન્દ્રનગરના પાંચાળ પ્રદેશ અસુવિધાથી લોકો ત્રાહિમામ, રામકુભાઇ કરપડાનો સરકાર સામે હુંકાર

નર્મદાના નીરથી વંચિત ખેડૂતો ઘાસ ચારાથી વંચિત પશુપાલકો

તા.28/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ખનીજ ભંડારથી ભરપૂર ખજાનો તેમ છતાં બેફામ લુંટ ખુલ્લેઆમ ગેરકાયદેસર ચાલી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ચોટીલા મુળીના ભાગોમાં આવેલ પાંચાળ વિસ્તાર એટલે અધોગતિ થી ભરપૂર વિસ્તાર કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી ત્યારે ભાજપ સરકાર ગુજરાત ઉપર શાસનના ૩૦ વર્ષ પુર્ણ કરવા જ‌ઈ રહી છે ત્યારે આ વિસ્તારને જાણી જોઈને પછાત રાખવાનું એક રાજકીય ષડયંત્ર રચવામાં આવેલ છે પંચાળ પંથકમાં કોઈ ખેડૂતોને નર્મદાના નીર નથી મળતા કોઈ કેનાલ નહીં કે કોઈ તળાવો ચેકડેમ ભરવામાં આવતા નથી કે કોઈ નવા ચેકડેમ તળાવ બનાવવામાં પણ છેલ્લા ૩૦ વર્ષથી કામ કરવામાં આવેલ નથી ફકત વરસાદ આધારિત ખેતી કરવામાં આવે છે અને દિન પ્રતિદિન ખેતી છોડી ખેડૂતો શહેર ભણી કામ અર્થે ચાલી જાય છે એ જ રીતે પશુપાલન માટે વિકટ પરિસ્થિતિ ઉભી થતા પશુપાલકો પણ અન્ય જિલ્લાઓમા ચાલ્યા જાય છે હજુ સુધી ગુજરાત સરકાર પીવાના પાણી માટે પણ આયોજન કરી શકેલ નથી જેમાં ચોટીલા થાનગઢ મુળીના અનેક ગામોમાં હજું નલ સે જલ યોજના હેઠળ પણ પાણી પીવા માટે આપવામાં સરકાર નિષ્ફળ નિવડી છે મુળીના કુંતલપુર ગામે આજની તારીખ પણ ટેન્કરો દ્વારા પાણી આપવુ પડે છે તેવી ગંભીર પરિસ્થિતિ ઉભી થતા પાંચાળની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ખેડૂતોના પાક વિમા બાબતે હાઈકોર્ટના હુકમ બાદ પણ એક રૂપિયો પાક વિમો ચુકવવામાં આવેલ નથી આ પંથકમાં એક હેકટર દિઠ ૬૮૦૦૦ રૂપિયા પાક વિમો ચુકવવા પાત્ર હોય તેમ છતાં સરકાર વિમા કંપનીઓની તરફદારી કરી રહી છે અને આજદિન સુધી કોઈ નાણા ખેડૂતોને ચુકવવામાં આવેલ નથી જયારે જયારે ચુંટણીઓ આવે છે ત્યારે ખેડૂતોને છેતરામણી જાહેરાત કરવામાં આવે છે પરંતુ આ વિસ્તારમાં મોટાભાગે ઓ.બી.સી. વસ્તી હોય એ માટે અન્યાય કરવામાં આ સરકાર કોઈ કસર છોડતી નથી સ્પષ્ટ લોકો નું માનવું છે જયારે સુરેન્દ્રનગર શહેરને પાણી ની જરૂરીયાત ઉભી થ‌ઈ ત્યારે આ વિસ્તારમા અસંખ્ય બોર પાડી મોટરો મુકી પાઈપ લાઈન દ્વારા પાણી લ‌ઈ જવામાં આવેલ અને પંચાળ વિસ્તારના ભુતળ ખાલી કરવામાં આવેલા ૧૯૯૮-૨૦૦૪ સુધી અને જયારે નર્મદાના નીર સુરેન્દ્રનગર સુધી પહોંચતા આ પંચાળ પંથકને અન્યાય કરી કોઈ નર્મદાના નીર આજદિન સુધી આપવામાં આવેલ નથી ખરેખર પહેલો હક્ક અને પ્રાથમિકતા આ વિસ્તારના ભુતળ ખાલી કરવામાં આવેલા તેનો હોય છે તેમ છતાં આજદિન સુધી જાણી જોઈને વંચિત રાખવામાં આવેલ છે આ કમનશિબી આ પ્રદેશના લોકોની છે પંચાળ પંથક ખનીજ સંપદાઓથી ભરપૂર છે સરકારને દર વર્ષે ૨૦૦ કરોડની રોયલ્ટી આ ખનીજની મળે છે ત્યારે કાર્બોસેલ કોલસો ફાયરકલે સફેદમાટી બ્લેકટ્રેપ રેતી સિલીકાસેન્ડ સહિત અનેક ખનીજ મળી આવે છે અને ગેરકાયદેસર ખોદકામ મોટા પ્રમાણમા થાય છે ખનીજ માફીયાઓ બેફામ રોકટોક વગર ખાણો રાત દિવસ ચલાવી રહ્યા છે તંત્ર પણ અજાણ નથી કારણકે કરોડો રૂપિયાનો માસિક હપ્તો ગાંધીનગર સુધી પહોંચે છે તેના કારણે તંત્ર હાથ ઉપર હાથ રાખી તમાશો જોઈ રહ્યા છે કંઈ કરી શકે તેમ નથી આ તમામ ગેરકાયદેસર ધંધો રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓના ભાગમાં ચાલે છે માટે કાયદાકીય પગલાં ભરવામાં આવતા નથી અને ખેડૂતોના દિકરા એવા નવલોહિયા યૂવાનો દર વર્ષે ૧૦૦ જેટલા કોલસાની ગેરકાયદેસર ખાણોમાં ભેખડ ધસી પડવાથી મોતને ભેટે છે પરંતુ તંત્રમા કોઈ આકસ્મિક નોંધ પણ થતી નથી અને તેઓના બાળકો બાપની છત્રછાયા ગુમાવી બેઠા છે તેઓનું કોણ? આ પ્રશ્ન કાયમ પાંચાળના લોકો કરતાં હોય છે અદાજે ૨૦૦૦ જેટલી કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે જિલેટીન વિસ્ફોટના ધડાકાથી ધરતી ધણધણી ઉઠે છે ભુકંપના ઝટકા સમાન ધડાકા અવિરત ચાલુ છે ૩૦૦૦ ઉપરાંત ડમ્પરો વહન માટે ચાલે છે પરંતુ અહીંયા કાયદા ખનીજ માફીયાઓના ચાલે છે નહીં કે ગુજરાત સરકાર ના! અબજો રૂપિયાનું ખનીજ ગેરકાયદેસર ખનન વહનથી બહાર ધકેલાય રહ્યા છે પંચાળ ની ધરતી સુરંગો સમાન થ‌ઈ ચુકી છે પાણીના તળ ઉંડા ચાલ્યા ગયા છે કુદરતી વરસાદી વહેણ ફંટાઈ ચુકયા છે ખેડૂતોની ખેતી ઉપર ઘાતક રીતે નુકસાન કરી રહ્યા છે તેમ છતાં તમામ ચુપ મુદ્રામાં બેઠા છે અવાજ ઉઠાવનાર કોઈ છે નહીં
ત્યારે પંચાળની પવિત્ર ભુમીને વેર વિખેર કરનારા લોકો ધરતી ઉપર અટ્ટહાસ્ય કરતા જોવા મળે છે ત્યારે દુઃખ થાય છે માટે આ ધરતીનું ધાવણ પીધું છે તેના નાતે હું રામકુભાઇ કરપડા અવાજ ઉઠાવતા જરા પણ ખચકાટ અનુભવતો નથી અને છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ ધરતીમાતા માટે લડતો રહીશ ગૌમાતા માટે લડતો રહીશ ખેડૂતો માટે લડતો રહીશ મજુરો માટે લડતો રહીશ પાંચાળની પવિત્ર ધરતીમાતા માટે ઐતિહાસિક ધરોહર સાથે રક્ષિત સ્મારકો માટે લડતો રહીશ આ જુસ્સો મને પાંચાળની ધરતીના ધાવણમાંથી મળેલો છે માટે સમગ્ર પ્રદેશના લોકો એકસાથે મળીને મજબૂત રીતે લડવાનો અને અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે તો ઉઠો અને અવાજ ઉઠાવો!!

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!