GODHARAGUJARATPANCHMAHAL

પંચમહાલ આમ આદમી પાર્ટી દ્વારા શાળાઓમાં ઘટતા વર્ગખંડ અને શિક્ષકો ની ઘટને પુરી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

શિક્ષકો વગરની શાળાઓમાં બાળકો ભણશે કેવી રીતે? પહેલા શિક્ષકોનો પ્રવેશોત્સવ રાખો, બાળકોનો પ્રવેશોત્સવ એક દંભ છે: દિનેશ બારીઆ

તારીખ:૨૫/૬/૨૦૨૪

નિલેશભાઈ દરજી શહેરા

ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પહેલા ધોરણમાં પ્રવેશ આપવા માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામાં આવે છે ચાલું સાલે પણ તારીખ ૨૬, ૨૭ અને ૨૮ એમ ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવ નું આયોજન રાખવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉપર સવાલ ઉભા કર્યા છે અને આ કાર્યક્રમને માત્ર દંભ ગણવામાં આવ્યો છે અને જણાવ્યું છે કે પ્રાથમિક શાળાઓમાં પુરતા શિક્ષકો નથી, પુરતા વર્ગખંડો નથી અને બાળકોને શાળાઓમાં પ્રવેશ અપાવવા આ પ્રકારના કાર્યક્રમો લોકોની આંખોમાં ધૂળ નાખવા સમાન છે. ત્રીસ વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા પુરી કરી શકી નથી તેમ પંચમહાલ આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ દિનેશ બારીઆએ કહ્યું હતું.

આજ રોજ પંચમહાલ ‘આપ’ ના કાર્યકરો દ્વારા સરકારમાં રજૂઆત કરતું આવેદનપત્ર પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીને આપવામાં આવ્યું હતું જે સંદર્ભમાં વાત કરતા જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ કહ્યું હતું કે, રાજ્યમાં ૫૬૧૨ શાળાઓ બંધ કરવામાં આવી છે, ૧૬૦૬ શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક છે, શાળાઓમાં ૩૮૦૦૦ થી વધું વર્ગખંડોની અછત છે, ૭૫૯૯ શાળાઓમાં હજું પણ પતરા વાળી છથ નીચે બાળકો ભણે છે, ૨૫૭૪ જેટલી સરકારી શાળાઓ જર્જરિત હાલતમાં છે, ૩૨૦૦૦ થી વધું શિક્ષકોની ઘટ છે, ૧૪૬૫૨ શાળાઓ એવી છે કે જેમાં એક વર્ગમાં એક કરતાં વધારે વર્ગના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે, છેલ્લા ત્રણ વર્ષમાં ફક્ત ૧૧ સરકારી શાળાઓની મંજૂરી મળી છે જ્યારે ૫૬૨ જેટલી ખાનગી શાળાઓની મંજૂરી આપી છે. રાજ્યમાં આજે જેટલા TET, TAT પાસ ૩.૮૩ લાખ ઉમેદવારો શિક્ષક બનવા પરીક્ષા પાસ કરી છે આટલી ગંભીર શિક્ષણની સ્થિતિ ગુજરાતમાં છે ત્યારે શાળા પ્રવેશોત્સવ કરવાના તાયફા વાલીઓ કે બાળકો માટે કોઈ ઉપયોગી નથી. ખરેખર સરકાર બાળકોનો શૈક્ષણિક વિકાસ કે ભવિષ્ય ઇચ્છતી હોય તો પુરતા શિક્ષકો, વર્ગખંડો અને ભૌતિક સુવિધાઓને પ્રાથમિકતા આપવી જોઈએ એમ કહ્યુ હતુ અને આવેદનપત્ર આપ્યું હતું.

માઇનોરીટી પ્રદેશ મહામંત્રી મહેબૂબ બક્કર, આરટીઆઇ પ્રદેશ સહમંત્રી અને વકીલ જયદીપસિંહ બારીઆ, જિલ્લા મહામંત્રી આશિફ બક્કર, જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદાર, માઇનોરીટી જિલ્લા પ્રમુખ અમીન ગુર્જરી, મોરવા હડફ તાલુકા પ્રમુખ રમણભાઈ બારીઆ, ગોધરા શહેર કાર્યકારી પ્રમુખ લિયાકત પઠાણ, પૂર્વ જિલ્લા ઉપ પ્રમુખ દયાલભાઇ આહુજા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button