GUJARATPANCHMAHALSHEHERA

પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડ પોલીસ શહેરા પોલીસ સ્ટેશનના ભ્રષ્ટાચાર અને વિશ્વાસઘાતના ગુનામાં ૨ વર્ષથી નાસતો ફરતો આરોપી ગોધરાથી ઝડપી પાડ્યો 

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા શહેરા પોલીસ સ્ટેશનના ભ્રષ્ટાચાર અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી રિયાજ રફીક મન્સૂરીને ગોધરા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે આપવામાં આવેલી સૂચના અન્વયે પેરોલ ફર્લો સ્કવોર્ડના પો.સ.ઈ. બી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમ કાર્યરત હતી, તે દરમિયાન એ.એસ.આઈ. રૂપસિંહ કલાભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે ગોધરાના સફારી પાર્ક વિસ્તારમાં રહેતા આરોપી રિયાજ રફીક મન્સૂરી મુળ રહે-સાવલીવાડને તેના નિવાસસ્થાનેથી દબોચી લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ શહેરા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ ૪૦૯, ૧૧૪ તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધાયેલ હોય, પકડાયેલ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે શહેરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!