પંચમહાલ- શહેરા નગરપાલિકાનો સપાટો,વિવિધ વિસ્તારોમાં દુકાનોની આગળના દબાણો પોલીસ બંદોબસ્ત વચ્ચે દુર કરાયા
પંચમહાલ શહેરા:-
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા આવેલા વિવિધ વિસ્તારોમા દુકાનોના ઓટલા અને છતોના દબાણો દુર કરવાની કામગીરી શહેરા નગરપાલિકાની ટીમ દ્વારા કરવામા આવી હતી.પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવાની કામગીરી કરવામા આવી હતી. કેટલાક વેપારીઓ દ્વારા પોતાની રીતે જ પતરાના દબાણો હટાવી લેતા પણ જોવા મળ્યા હતા.
પંચમહાલ જિલ્લાના શહેરા નગર પાલિકા વિસ્તારમાં આવેલી કેટલીક દુકાનોની આગળ કરવામા આવેલા દબાણોને દુર કરવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. ઓટલા તેમજ તેમજ દુકાનની છતોને નું દબાણ દૂર કરવામાં આવ્યુ હતુ. નાડા રોડ ઉપર આવેલા મહાલક્ષ્મી માતાના મંદિરે થી દબાણો મેઈનબજાર પરવડી વિસ્તાર થઈને પોલીસ સ્ટેશન અને બસ સ્ટેશન રોડ પોલીસ ચોકી ના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. બુલડોઝર અને ટ્રેકટરોનો સાથે પાલિકાની ટીમ પહોચી હતી. આ દબાણો દુર કરવા મામલે પણ આ માટે નોટીસ પણ આપવામા આવી હતી. દબાણ હટાવાની કાર્યવાહીને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામા આવ્યો હતો.કેટલીક જગ્યાઓ પોતાની રીતે દબાણો વેપારીઓ દુર કરતા જોવા મળ્યા હતા. આ કામગીરીમાં ચીફ ઓફિસર તેજલબેન મૂંધવા ,કિંજલબેન. ડી. ચૌધરી મ્યુ. એન્જિનિયર જીગ્નેશભાઈ શાહ ,જીતેન્દ્રભાઈ રાઠોડ શહેરા પોલીસ સ્ટેશન નો સ્ટાફ MGVCL સ્ટાફ સહિત હાજર રહ્યા હતા