HALOLPANCHMAHAL

હાલોલ વડોદરા હાઇવે રોડ ઉપર બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, બાઇક ચાલક ઉપર ટ્રક ફરી વળતા ચાલાકનૂં ઘટના સ્થળે કરૂણ મોત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૦.૧૧.૨૦૨૪

હાલોલ વડોદરા હાઇવે રોડ ઉપર હોટલ નીલકંઠ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક અને ચાલક ઉપર ટ્રક ફરી વળતા ચાલાક નું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે. હાલોલ ના 62 વર્ષ ના બાઇક ચાલક બાસ્કા નજીક આવેલી એગ્રો કંપની માં સિક્યુરિટી ની નોકરી ઉપર જઈ રહ્યા હતા,ત્યારે હાલોલ થી વડોદરા તરફ જઇ રહેલી ટ્રક નીચે કચડાઈ જતા તેઓ નું મોત નીપજ્યું છે.હાલોલ વડોદરા રોડ પર આવેલા જૈન મંદિર પાસે રહેતા 62 વર્ષના દિનેશભાઇ રમણભાઈ પટેલ બાસ્કા નજીક આવેલી બરોડા એગ્રો કંપનીમાં સિક્યુરિટી ની નોકરી કરતા હતા.આજે તેઓ પોતાની બાઇક લઇ એક કંપનીમાં નોકરી ઉપર જઈ રહ્યા હતા તે સમયે હાલોલ વડોદરા હાઇવે રોડ ઉપર તેઓની બાઇકનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. ટ્રક બાઇક અને દિનેશભાઇ ઉપર ચડી જતા બંને રોડ ઉપર ઢસડાયા હતા.અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો.અકસ્માત થતા હાઇવે ઉપર પસાર થતા વાહનો બે ઘડી થોભી જતા થોડોક સમય ટ્રાફિક સર્જાયો હતો,બનાવ ની જાણ થતા ટોલપ્લાઝા સિક્યુરિટી એ ટ્રાફિક નિયમન કરાવી અકસ્માત ગ્રસ્ત ટ્રક ને બેરીકેટિંગ કરવાની કામગીરી કરી હતી અને હાલોલ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!