જય નારાયણ હોસ્પિટલમાં ઓપરેશન વગર દવાથી 20 એમએમ ની પથરી બહાર નિકળતા દર્દીમાં ખૂશીની લહેર પ્રસરી.
તારીખ ૦૬/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મધવાસ સ્થિત જય નારાયણ હોસ્પિટલ ખાતે ગોધરા તાલુકાના ચીખોદ્રા વકતપુરા ગામના બારીયા મુકેશભાઇ કાળુભાઇ ૨૦ એમએમ અને હાલોલ તાલુકાના પાંચતાડ ગામના ગણપતભાઇ પરમાર ને ૧૫ એમએમ ઉપરોક્ત પથરીના દર્દથી પીડાતા આ બન્ને દર્દી ને કોઈ પણ પ્રકારનો ઓપરેશન વિના દવાથી પથરી બહાર નીકળતા દર્દમાં રાહત થતાં દર્દીમાં ખૂશી લહેર જોવા મળી હતી.કાલોલ તાલુકાના મધવાસ ગામમાં આવેલ જય નારાયણ હોસ્પિટલના માલિક અને ડોક્ટર સુનિલભાઈના જણાવ્યા અનુસાર કે જો આપના શરીરમાં વધારે પ્રમાણમાં ક્ષાર વાળું પાણી જાય છે ત્યારે અને જરૂરીયાત કરતાં ઓછું પાણી પીવાથી તથા અમુક પ્રકારના ખોરાક લેવાથી અલગ અલગ પ્રકારની જેવી યુરિક એસિડ સ્ટોન,કેલ્શિયમ ના સ્ટોન જેવી પથરી ની બીમારીથી માણસ પીડાતો હોય છે ત્યારે તેને મૂત્રમાર્ગમાં વધારે પીડા થાય છે અને તેને ઘણીબધી તકલીફ વેઠવી પડતી હોય છે.સામાન્ય રીતે નોર્મલ આવા કેસોમાં નાની સાઈઝની પથરી દવા-ગોળીઓથી બહાર આવી જતી હોય છે.પરન્તુ જ્યારે સાઈઝ મોટી હોય છે ત્યારે જેમ કે ૧૦ એમએમ થી ઉપર હોય તો ઓપરેશન કરવું પડતું હોય છે.પરન્તુ અહીં બે પેશન્ટન પૈકી એક ને ૨૦ એમએમ બીજા પેશન્ટનને ૧૫ એમએમ સાઈઝ ની પથરી પણ માત્ર એક મહિનાના દવાના કોર્ષથી બહાર કાઢવામાં આવતાં દર્દીએ રાહત અનુભવી હતી આ બન્ને દર્દીઓએ ડોક્ટર સુનીલભાઇ નો આભાર વ્યક્ત કર્યો હતો.